બિઝનેસ રિયાલિટી શો ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’ની પ્રથમ સીઝન સુપરહિટ સાબિત થઈ હતી. હવે તેની બીજી સિઝનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ શો ટૂંક સમયમાં સોની ચેનલ પર પ્રસારિત થશે. તેની તારીખ અને સમય જાહેર કરવામાં આવી છે. આ સાથે તેનો નવો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે.
‘શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 2’ નો પ્રોમો સોની લિવ અને શાર્ક ટેન્ક ઈન્ડિયાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સામે આવ્યો છે. આ સાથે જણાવવામાં આવ્યું છે કે શો ક્યારે પ્રસારિત થશે. બીજી સીઝન સોની ટીવી પર 2 જાન્યુઆરી 2023થી રાત્રે 10 વાગ્યે પ્રસારિત થશે. તેને OTT પ્લેટફોર્મ Sony Liv પર પણ સ્ટ્રીમ કરવામાં આવશે.
View this post on Instagram

આ શોમાં બોટના કો-ફાઉન્ડર અમન ગુપ્તા, લેન્સકાર્ટના કો-ફાઉન્ડર પીયૂષ બંસલ, સુગરના કો-ફાઉન્ડર વિનિતા સિંઘ, Emcure ફાર્માસ્યુટિકલ્સના CEO નમિતા થાપર, Shaadi.comના માલિક અનુપમ મિત્તલ અને CarDekhoના સ્થાપક અમિત જૈન હાજર છે. અશ્નીર ગ્રોવરની જગ્યાએ અમિત જૈનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Leave a Reply
View Comments