ધ કપિલ શર્મા શો’ ટીવીની દુનિયાના સૌથી લોકપ્રિય શોમાંથી એક છે. આ શોની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. આ શોની ટીઆરપી પણ ઘણી સારી છે. કપિલની સ્ટેન્ડઅપ કોમેડી લોકોને ઘણી પસંદ છે. જેના કારણે તે ઘણા વર્ષોથી લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે.
આ દરમિયાન કપિલ શર્માનો એક વિડીયો ઈન્ટરનેટની દુનિયામાં આગની જેમ ફેલાઈ રહ્યો છે, જેમાં તે ટેલિપ્રોમ્પ્ટર એટલે કે વાંચીને જોક્સ ઉડાવતો જોવા મળી રહ્યો છે. આ ક્લિપ જોઈને કપિલના ફેન્સનું દિલ તૂટી ગયું છે. અને આ ક્લિપને કારણે કેટલાક લોકો કપિલને ટ્રોલ કરી રહ્યા છે.
ખરેખર એક કલીપ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહીં છે તેમાં આમાં કપિલ બધાને જોક્સ કહી રહ્યો છે. પરંતુ જ્યારે કેમેરા તેના ચહેરા પર ઝૂમ કરે છે, ત્યારે બેકગ્રાઉન્ડમાંટેલિપ્રોમ્પ્ટરનો પડછાયો દેખાય છે. પહેલા લોકો એવું માનતા હતા કે કપિલ પોતાની જાતે જ જોક્સ કરે છે. પરંતુ આ જોયા પછી, એ સ્પષ્ટ થઈ ગયું છે કે કપિલ શર્મા સ્ક્રિપ્ટ વાંચીને બધાનું મનોરંજન કરે છે.
View this post on Instagram
જ્યાં એક તરફ આ વિડીયો સામે આવ્યા બાદ ટ્રોલ સક્રિય થઈ ગયા છે. તો ત્યાં કપિલના ફેન્સ તેનો બચાવ કરી રહ્યા છે. કપિલને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું, ‘યે તો ધોતી ખોલ રહા હૈ.’ બીજાએ કપિલનું સમર્થન કરતાં લખ્યું, આવું દરેક જગ્યાએ થાય છે. સમાચારોમાં પણ. આ વાયરલ વિડીયો અંગે તમામ લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપતા નજરે ચડ્યા છે.
Leave a Reply
View Comments