તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ સિરિયલ ના તમામ કલાકારો એ દરેક ઘરમાં પોતાનું અકે આગવું સ્થાન બનાવ્યું છે. દયા અને જેઠાલાલ સહિત બબીતા જી નું પત્ર ભજવતી મુનમુન દત્તા પણ સૌ કોઈ ની પ્રિય છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે હજુ પણ બબીતા જી એ લગન કેમ નથી કર્યા ?
તારક મહેતામાં બબીતા જીનું પાત્ર ભજવીને લોકોના દિલ પર રાજ કરનાર મુનમુન દત્તા હજુ પણ સિંગલ છે. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે મુનમુને લગ્ન કેમ ન કર્યા. મળતી માહિતી મુજબ અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુનમુન દત્તા એક્ટર અરમાન કોહલી સાથે ગંભીર સંબંધમાં હતી. કહેવાય છે કે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા.
આવી સ્થિતિમાં હવે સવાલ એ ઉઠે છે કે 35 વર્ષની બબીતાજીએ હજુ સુધી જીવનસાથી કેમ પસંદ નથી કર્યો? અમે તમને જણાવી દઈએ કે મુનમુન અને અરમાન વચ્ચેનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંને કાયમ માટે અલગ થઈ ગયા.
રિપોર્ટ અનુસાર વેલેન્ટાઈન ડેના દિવસે અરમાન કોહલી અને મુનમુન દત્તા વચ્ચે લડાઈ થઈ હતી. લડાઈ બાદ અરમાન મુનમુનને મારવા લાગ્યો હતો. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે અરમાન મુનમુન સાથે મારપીટ કરતો હતો, જેના કારણે અભિનેત્રી ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. વાત એટલી આગળ વધી ગઈ હતી કે મુનમુને પોલીસ સ્ટેશન જઈને અરમાન કોહલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. બાદમાં અરમાને દંડની રકમ ચૂકવી અને મુનમુનને તેના ખરાબ વર્તન માટે માફી પણ માંગી. રિપોર્ટ્સનું માનીએ તો ત્યારથી મુનમુન પુરુષોને નફરત કરવા લાગી હતી.
મુનમુનના લગ્નના સમાચાર પણ વચ્ચે ઘણી વખત આવ્યા, પરંતુ તેણે તેને બકવાસ ગણાવ્યો. થોડા મહિના પહેલા મુનમુનના 9 વર્ષ નાના રાજ અનડકટ સાથે અફેરના સમાચાર પણ સામે આવ્યા હતા.
Leave a Reply
View Comments