અરે…બાપરે…જૂનું બિલ થયું વાયરલ, જાણો 120 વરસ પહેલા તાજ હોટલનું ભાડું કેટલું હતું

surties

એક એવી કહેવત છે કે “મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી” હજારોની સંખ્યામાં લોકો દરરોજ તાજ હોટલ ની બહાર ફરવા માટે આવતા હોઈ છે પરંતુ અહીં બહુ ઓછા લોકો રોકાય છે. તાજ હોટેલનું એક દિવસનું ભાડું ઘણું મોંઘું છે જે સામાન્ય માણસની પહોંચની બહાર છે.

આ હોટલમાં માત્ર સેલિબ્રિટી કે બિઝનેસમેન જ રોકાઈ શકે છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક વાર ટ્વિટ કર્યું કે મોંઘવારીથી બચવાનો એક જ રસ્તો છે. ટાઇમ મશીન લો અને પાછા જાઓ. એક સમય હતો જ્યારે મુંબઈની તાજ હોટલમાં એક રૂમનું ભાડું માત્ર રૂ.6 હતું. જાણી લો કે આનંદ મહિન્દ્રા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન છે.

આનંદ મહિન્દ્રાનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખુબજ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. વાસ્તવમાં, આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટ દ્વારા દેશમાં વધી રહેલી મોંઘવારી પર નિશાન સાધ્યું હોઈ તેવું લાગશે.

તમને જણાવી દઈએ કે 1903માં જમશેદજી ટાટાએ મુંબઈમાં દરિયા કિનારે તાજ હોટેલની સ્થાપના કરી હતી. આ હોટલમાં 285 રૂમ છે. આજે આ રૂમમાં ચા પીવાના લાખો રૂપિયા ચૂકવવા પડે છે અને એ સમયમાં 6 રૂપિયા સામાન્ય લોકો માટે પણ વધારે જ હતા.

આ ભાવ જોઈને તમને પહેલો શું વિચાર આવ્યો અમને કોમેન્ટ માં ખાસ જણાવજો.

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો