તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે, જે છેલ્લા 14 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. શોના દરેક પાત્રની પોતાની ફેન ફોલોઈંગ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ઘણા પ્રખ્યાત સ્ટાર્સે શો છોડી દીધો છે. હવે આ લિસ્ટમાં શોના મુખ્ય અભિનેતા ટપ્પુ એટલે કે રાજ અનડકટનું નામ પણ જોડાઈ ગયું છે.
મળતી માહિતી મુજબ થોડા સમયથી એવી વાતો ચાલી રહી હતી કે ટપ્પુ એટલે કે ‘રાજ અનડકટ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડવા જઈ રહ્યો છે, પરંતુ તેણે હંમેશા આવા સમાચારોને અફવા ગણાવીને ટાળ્યા હતા. હવે જ્યારે તેણે શો છોડ્યો ત્યારે તેણે પોતે જ એક પોસ્ટ દ્વારા તેના ચાહકોને જાણ કરી અને લખ્યું, ‘બધાને નમસ્કાર, હવે સમય આવી ગયો છે કે તમામ સમાચારોનો અંત લાવો અને વાત કરો અને જણાવો કે હવે હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છું. હું શોથી અલગ થઈ રહ્યો છું’.
View this post on Instagram
રાજે આગળ લખ્યું છે કે, હું બધાને થેન્કયુ કહેવા માંગુ છું જેઓએ આ સફરમાં મને સાથ આપ્યો. તારક મહેતાની આખી ટીમ, મારા મિત્રો, મારો પરિવાર અને તમે બધા (ફેન્સ). હું એ તમામ લોકોનો જેમને મારું આ શોમાં સ્વાગત કર્યું અને મને ટપ્પુ તરીકે ખુબજ પ્રેમ આપ્યો, હું તમામ લોકોનો દિલથી આભારી છું. હું તારક મહેતાની ટીમને આગળની સફર માટે શુભેચ્છા પાઠવું છું. હું તમારા બધાના મનોરંજન માટે ટૂંક સમયમાં પાછો આવીશ. તમારો પ્રેમ અને આશીર્વાદ આવી જ રીતે બનાવી રાખજો.
Leave a Reply
View Comments