2 વર્ષ બાદ સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટ અંગે મોટો ખુલાસો, ફ્લેટનો ઓરીજનલ વિડીયો ટ્વીટર પર થયો વાયરલ…

surties

સુશાંત સિંહ રાજપૂતના નિધનથી બોલિવૂડ શોકમાં ગરકાવ થઈ ગયું હતું અને અનેક લોકો સામે પ્રશ્નો ઉભા થયા હતા. હાલ ફરી એક વાર સુશાંત સિંહ નું નામ ચર્ચામાં આવ્યું છે તેના બાંદ્રામાં સમુદ્ર તરફના લક્ઝરી ફ્લેટના કારણે જ્યાં તેણે 14 જૂન, 2020 ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. સુશાંતના નિધન બાદ આ ફ્લેટના માલિક માટે મુશ્કેલી ઊભી થઈ છે અને માલિકનું કહેવું છે કે હવે તે આ ફ્લેટ કોઈ બોલિવૂડ સેલેબ્સને ભાડે નહીં આપે.

આ ફ્લેટનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં ફ્લેટ ની ફેસેલિટી વિષે પણ લખ્યું છે. મળતી માહિતી અને મીડિયા રિપોર્ટ મુજબ ‘લોકો આ ફ્લેટમાં શિફ્ટ થતાં ડરે ​​છે. જ્યારે લોકોને ખબર પડશે કે આ ફ્લેટમાં સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ થયું છે, ત્યારે તેઓ ફ્લેટ જોવા પણ નહીં આવે. ઘણા લોકો સાથે વાતચીત પણ થઈ હતી, પરંતુ ડીલ ફાઈનલ થઈ રહી નથી.

આ ફ્લેટનો માલિક NRI છે અને હવે તે આ ફ્લેટ કોઈ ફિલ્મ સ્ટારને આપવા માંગતો નથી. રફીક મર્ચન્ટે વધુમાં કહ્યું કે, ‘હવે ઓનર આ ફ્લેટ કોઈ સેલિબ્રિટીને ભાડે આપવા માંગતો નથી, તે કોણ છે કે કેટલો મોટો માણસ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તે સ્પષ્ટપણે કહે છે કે હવે તે આ ફ્લેટ કોર્પોરેટ વ્યક્તિને જ આપશે. આ રીતે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ લોકોને આ ફ્લેટ માટે ભાડૂત નથી મળી રહ્યા.