સૂર્યકુમાર યાદવે પત્ની અંગે કર્યો ખુલાસો – મેચ પહેલા તે હંમેશા….

surties

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં સૂર્યકુમાર યાદવની તોફાની સદીએ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા. સૂર્યાએ 51 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા અને 217થી વધુના સ્ટ્રાઈક રેટથી અણનમ 111 રન બનાવ્યા હતા. ટી20 ક્રિકેટમાં આ તેની બીજી સદી હતી. જોકે, એક સમય એવો હતો જ્યારે સૂર્યાને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવામાં ઘણો સમય લાગ્યો હતો.

ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં, તે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી શક્યો ન હતો કારણ કે મોટાભાગના બેટ્સમેનો મિડલ ઓર્ડરમાં સારું પ્રદર્શન કરી રહ્યા હતા. સૂર્યાને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળતાની સાથે જ તેણે પોતાના ઝડપી પ્રદર્શનથી ચોંકાવી દીધા હતા. 32 વર્ષીય સૂર્યાએ ગયા વર્ષે માર્ચમાં ઇંગ્લેન્ડ સામે તેની T20I ડેબ્યૂ કર્યું હતું અને ટૂંકા ગાળામાં તે માત્ર વિશ્વનો નંબર 1 બેટ્સમેન જ નહીં પરંતુ આ વર્ષે નંબર 1 રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે.

આ ઈનિંગ બાદ સૂર્યાએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાના જૂના દિવસો યાદ કર્યા. સૂર્યાએ કહ્યું કે હું હંમેશા ભૂતકાળને યાદ કરું છું કારણ કે જ્યારે હું રૂમમાં રહું છું અથવા મારી પત્ની સાથે મુસાફરી કરું છું ત્યારે અમે બે-ત્રણ વર્ષ પહેલાંની પરિસ્થિતિ વિશે વાત કરીએ છીએ. હવે બધું બદલાયું છે.

surties

સૂર્યાએ આગળ કહ્યું – તે સમય ખરાબ હતો, પરંતુ હું એ જોતો હતો કે હું તેમાંથી શું પોઝિટિવિટી મેળવી શકું. હું બેટ્સમેન ક્રિકેટર કેવી રીતે બની શકું અથવા હું કેવી રીતે એક પગલું આગળ વધી શકું. તે સમય પછી મેં અનેક વસ્તુઓ કરવાનો પ્રયાસ કર્યો. સારો ખોરાક લેવો, ગુણવત્તાયુક્ત પ્રેક્ટિસ કરવી અને સમયસર સૂવું. સૂર્યાએ કહ્યું- હું આ પહેલા પણ કરતો હતો, પરંતુ ગુણવત્તા સાથે ન કરી શક્યો. તેથી મેં અને મારી પત્નીએ આ બાબતે ઘણી વાતો કરી. તે પછી વસ્તુઓ સંપૂર્ણપણે બદલાઈ ગઈ અને એ કર્યો ફળ આજે મને મળી રહ્યું છે.