ઉધના અને નવાગામ ખાતે રહેતા બે મિત્રો ગઈ કાલે લાજપોર બાજુ ફરવા માટે નીકળયા હતા.દરમિયાન સચિન કનસાડ નવા બ્રિજ ઉપર મોબાઈલમાં વિડીયો બનાવવા જતા હતા ત્યારે તેમને મોપેડ બ્રિજની દીવાલ સાથે અથડાવવાની સાથે બંને માથા દીવાલ સાથે ભટકાયા હતા અને જેના કારણે તેઓના માથામાં ગંભીર ઈજા થતા બનેંના કરૂણ મોત નિપજ્યા હતા.
સચિન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉધના ખાતેપં ચશીલનગરમાં રહેતો મિતેષ ઉર્ફે મોન્ટુ પ્રવીણ પટેલ (ઉ.વ.૨૦) અને ૧૭ વર્ષીય મિત્ર જતીન મુકેશ રાઠોડ (રહે-નવાગામ હડપતિવાસ ) નાઓ ગઈ કાલે બપોરે ગમખ્વાર અક્સમાતના ભોગ બન્યા હતા.
સચિન કનસાડ બ્રિજ ઉતરતી વખતે તેઓની મોપેડ બ્રિજની દિવાલ સાથે અથડાવવાની સાથે બંનેના માથા દીવાલ સાથે ભટકાતા ગંભીર ઇજાઓ થઇ હતી.બને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જોકે ત્યાં તેઓ મોતને ભેટ્યા હતા.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે બન્ને મિત્રો હતા અને ગઈ કાલે ફરવા નીકળ્યા હતા તેમજ નવા બનેલા કનસાડ બ્રિજ ઉપર મોબાઈલમાં વિડીયો બનાવવા ગયા હોવાની માહિતી સામે આવી છે.
સગા નિમેષ કુમાર પટેલે જણાવ્યું હતું કે જતીન તેના માતા પિતાનો એકનો એક પુત્ર હતો અને એસી સર્વિસિંગનું કામ કરીને પિતાને આર્થિક મદદરૂપ થતો હતો.એકના એક પુત્રના મોતને પગલે માતા પિતા શોકમાં ગરકાવ થઇ ગયા છે.સચિન પોલીસે બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Leave a Reply
View Comments