શહેરમાં ડિંડોલી સી.આર.પાટીલ રોડ પર આવેલ મારૂતી નંદન કાર્ટિગની ઓફિસને ગતરોજ રાત્રી દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી હતી. બંધ ઓફિસમાંથી તસ્કરો રોકડા રૂપિયા ૧૫ હજાર તથા ચાર કેમેરા અને દીવીર મળી કુલ 57 હજાર મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે ભોગ બનનારે ડિંડોલી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ગોડાદરા સ્વામી નારાયણ સોસાયટીમાં રહેતા 39 વર્ષીય વિરેન્દ્ર ગંગાપ્રસાદ યાદવ ડિંડોલી સી.આર.પાટીલ રોડ શિવનગર સોસાયટીની બાજુમાં મારૂતી નંદન કાર્ટીગના નામે ઓફિસ ધરાવે છે.
વિરેન્દ્રની ઓફિસમાં રવિવારે રાત્રેના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. અોફિસના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર ઘુસેલા તસ્કરોએ ટેબલના ડ્રોવરના ખાતામાં મુકેલા રોકડા 15 હજાર, ચાર કેમેરા, ડીવીઆર, તેમજ કોમ્પ્યુટરનો સામાન મળી કુલ રૂપીયા 57 હજારના મતાની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે ડિંંડોલી પોલીસે વિરેન્દ્રની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
Leave a Reply
View Comments