આપણે સૌ જાણીએ છે કે આ વખતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઘણી ખાસ બની ગઈ હતી. દેશમાં અને શહેરમાં પહેલા ક્યારેય જોવા ન મળ્યો હોય એવો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ પોતપોતાની રીતે તિરંગાને સલામી આપીને દેશભક્તિની ભાવના પ્રગટ કરી હતી.
હાલ જમાનો જયારે ઓન લાઈન નો થયો છે. અને વર્ચ્યુઅલી આખી દુનિયા જયારે એક થઇ છે, ત્યારે એક કંપની “IN5NITE VR” જે સ્ટાર્ટ-અપ ઇન્ડિયા હેઠળ નોંધાયેલ છે, તેમના દ્વારા અનોખી રીતે સ્વતંત્રતા દિવસ પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. તેઓ મેટાવર્સ ડેવલપમેન્ટ, ગેમિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવા કામો પર સંશોધન અને વિકાસ કરી રહ્યા છે.
વર્ચ્યુઅલી લહેરાવવામાં આવ્યો તિરંગો :
આ વખતે આઝાદી અમૃત-મહોત્સવના 75મા સ્વતંત્રતા દિવસે, તેમના દ્વારા 15 ઓગસ્ટ, 2022ના રોજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સ્વપ્નને સાકાર કરવા માટે “હર ઘર તિરંગા અભિયાન” હેઠળ મેટાવર્સ વર્લ્ડ પર વિશ્વવિજેતા હિન્દુસ્તાનનો ત્રિરંગો વર્ચ્યુઅલ રીતે લહેરાવવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર હિન્દુસ્તાનને એકસાથે LIVE થવાનો મોકો મળ્યો. આ ઘટના ઈતિહાસમાં પ્રથમ હશે અને સદીઓથી સુવર્ણ અક્ષરે લખાયેલી ઘટનાઓમાં સામેલ થશે.
Leave a Reply
View Comments