કતારગામ વિસ્તારમા ગજેરા સ્કૂલ પાસે આવેલ લક્ષ્મી રેસિડેન્સીમાં રહેતા ભાલાળા પરિવારે પોતાના ઘરે બાળકોની સારસંભાળ માટે આયાને રાખી હતી. આ આયા બે ફ્લેટના બાળકોને સાચવતી હતી. આ દરમિયાન ગતરોજ બંને ફ્લેટના પરિવારો બહાર હતા તે તકનો લાભ ઉઠાવી બંને ફ્લેટમાંથી રોકડા રૂપિયા અને દાગીના મળી કુલ ૩.૪૨ લાખની ચોરી કરી ફરાર થઇ ગઈ હતી. જેથી આખરે બાદમાં પરિવારને જાણ થતા તેઓએ આયાની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કતારગામ ગજેરા સ્કુલ પાસે લક્ષ્મી રેસીડેન્સીમાં તેરમાં માળે રહેતા હિતેશ શાંતીભાઈ ભાલાળા (ઉ.વ.35) તેરા જવેલ્સની શોપ ધરાવે છે. હિતશએ તેના ભાઈ હીરેનની બે વર્ષની દીકરી સ્તુતીની સાર સંભાળ માટે એક મહિના પહેલા મીના અમુત બૈસાને નામની આયા રાખી હતી. મીનાબેન આજ બિલ્ડિંગમાં રહેતા દક્ષાબેન વૈભવ માલવીયાના ઘરે પણ બાળકોની સાર સંભાળ રાખવાનું કામ કરે છે. દરમિયાન ગત તા 26 ઓગસ્ટના રોજ પ્રજ્ઞાબેનનો પરિવાર અને દેરાણી દીપ્તિબેનનો પરિવાર લોનાવાલા ખાતે પ્રવાસે ગયો હતો. બે દિવસ રોકાયને પરત ૨૯મીના રોજ ઘરે આવ્યા હતા. રાત્રે પ્રવાસ કરીને આવ્યા હોવાથી સુઈ ગયા હતા. બીજા દિવસે સવારે પ્રજ્ઞાબેન તેના કબાટમા ડ્રોવરમાં મુકેલા બેગમાં રાખેલા રૂપિયા 1.35 લાખના દાગીના અને રોકડા 4500 ગાયબ હતા. ઘરમાં શોધખોળ કરવા તેમજ પરિવારના અન્ય સભ્યોને પુછવા છતાંયે મળી આવ્યા ન હતા.
પ્રજ્ઞાબેનએ આયા મીનાને ફોન કરતા પહેલો ફોન ઉપાડ્યો ન હતો અને ફરી કરતા ફોન ઉપાડી સ્તુતીને જમાડતી હોવાથી ફોન ઉપાડ્યો ન હોવાનુ કહી ગલ્લા તલ્લા કરતા શંકા ગઈ હતી. અને વધુ પુછપરછ કરે તે પહેલા મીનાએ ફોન કાપી નાંખ્યો હતો. જેથી પ્રજ્ઞાબેનએ દક્ષાબેનને ઘરે જઈ વાત કરતા દક્ષાબેનએ પણ ફોન કરતા મીનાએ ઉપાડ્યો ન હતો. દક્ષાબેન કબાટમાં તપાસ કરતા રૂપિયા 1,92,000 અને રોકડા 10 હજાર ચોરાયા હોવાનુ બહાર આવ્યું હતુ. આમ બાળકોની સાર સંભાળ માટે રાખવામાં આવેલ આયા મીના બૈસાને રોકડા 14,500 અને 3,27,000 મળી કુલ રૂપિયા 3,42,000 ના મત્તાની ચોરી કરી નાસી ગઈ હતી.
Leave a Reply
View Comments