ઉધના પોલીસ મથકે સ્ત્રી અત્યાચારની એક ફરિયાદ નોધાવવામાં આવેલી છે.જે મુજબ પ્રેમ લગ્ન કરનાર એક વિવાહિતા પાસેથી સાસુ સસરા અને દિયર નાઓએ રૂ.પાંચ લાખની માંગણી કરી અને રૂપિયા નહીં લાવે તો તારા ચેહરા ઉપર એસિડ નાખી ચેહરો ખરાબ કરી દેવાની ધમકી આપી હતી.
પતિએ આત્મહત્યા કરી સુસાઇડ નોટમાં પિયર પક્ષના સભ્યોના નામ લખી દેવાની ધમકી આપી
એટલુંજ નહીં જયારે પતિ એવી ધમકી આપી હતી કે તે પોતે આત્મહત્યા કરી લેશે અને સુસાઇડ નોટમાં તેણીના પિયર પક્ષના સભ્યોના નામો લખીને જશે.જેના પગલે વિવાહિતા ગભરાઈ ગઈ હતી અને અંતે પોલીસની શરણ લઇ ફરિયાદ નોંધાવી હતી.
ઉધના પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉધના ખાતે રહેતી આરતી (નામ બદલ્યું છે ) અને ડિંડોલી ખાતે રહેતા યોગેશ મનોજ પવાર સને-2017 માં મિત્રતા રાખી પતિ પત્ની તરીકે રહેતા હતા અને બાદમાં બંને પોતાની મરજીથી લગ્ન કરી લીધા હતા.જોકે આરતી જયારે પોતાના સાસરે ગઈ ત્યારે સસરા,સાસુ અને દિયર ભેગા મળીને તું અમારા ઘરના લાયક નથી તેમ કહીને મેના ટોણા મારવા લાગ્યા હતા અને ઘરમાં આવવું હોય તો રૂ પાંચ લાખ દહેજ લઈને આવ નહિ આવે તો એસિડ નાખી તારો ચેહરો ખરાબ કરી દઈશું અને મારી નાંખીશુ.
એટલુંજ નહીં તેણીને પિયરમાં મૂકીને પતિ પણ ધમકી આપવા લાગ્યો હતો કે તું હવે તું અમારા ઘરે પરત આવીશ તો હું સુસાઇડ કરી લઇશ અને સુસાઇડ નોટમાં તારું અને તારા પિયર પક્ષના મામાઓ સહિતના લોકોના નામો લખી જઈશ.એટલુંજ નહીં તેના પતિ પોતાનો ફોન પણ બંધ કરી નાખ્યો હતો.ધમકીઓ અને અત્યાચારના ભોગ બનેલી આરતીએ ઉધના પોલીસ મથકમાં પતિ તથા સાસુ સસરા એન દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી આંગળની વધુ તપાસ હાથ ધરી છે.
Leave a Reply
View Comments