Surties : મુંબઈથી સુરતમાં એમડી ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ : ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 21 લાખના એમડી ડ્રગ્સ સાથે બે બહેનોને ઝડપી પાડી

Surties: The conspiracy to smuggle MD drugs from Mumbai to Surat is exposed
Surties: The conspiracy to smuggle MD drugs from Mumbai to Surat is exposed

સુરત શહેરમાં એનકેન પ્રકારે ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરે છે. હજુ થોડા સમય અગાઉ જ લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાં મુંબઈથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડતા દંપતીને પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધું હતું. ત્યારે હવે મુંબઈની બે બહેનો 20 લાખથી વધુ રકમનું ડ્રગ્સ સુરતમાં ઘુસાડવા માટે ટ્રેન મારફતે સુરતમાં આવી હતી. જોકે આ વાતની જાણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને થઇ જતા પોલીસે બંને બહેનોને લીનીયર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી હતી. પોલીસે તેની પાસેથી 20.90 લાખના ડ્રગ્સ સાથે કુલ 21 લાખનો મુદામાલ જપ્ત કરી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચના સુત્રોના જણાવ્યા મુજબ એસીપી બી.પી.રોજીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો ગતરોજ પેટ્રોલીંગમાં હતા તે વખતે એવી બાતમી મળી હતી કે મુંબઈની બે બહેનો ટ્રેન મારફતે સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવે છે. ગતરોજ લીનીયર બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી બાતમીના આધારે ઝુબેર એપાર્ટમેન્ટ અમુતનગર દરગાહ રોડ મુંબઈ ખાતે રહેતા હીના શૌકત અલી મુતમતાઝ અહેમદ શેખ અને હશમત ઈરફાન અલીમ સૈયદને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને બહેને દ્રારા પોલીસથી બચવા માટે પર્સમાં સંતાડેલ 209.60 ગ્રામ એમ.ડી ડ્રગ્સ કબજે કર્યું હતું. જેની કિંમત રૂપિયા 20,90,600 થાય છે.

આ ઉપરાંત બે મોબાઈલ, ઈલેકટ્રીક વજનકાંટો મળી કુલ રૂપિયા 21 લાખના મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં બંને બહેનોએ ડ્રગ્સનો જથ્થો ટોની ઉર્ફે હાફીઝ (રહે.મુંબઈ)એ પાસેથી લાવ્યા હોવાની કબુલાત કરતા તેને વોન્ટેડ બતાવ્યો છે. વધુમાં છેલ્લા ચારેક મહિનાથી સુરત અને અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાય કરે છે. અને તેઅો ટ્રેનમાં રિઝર્વેશન કોચમાં મુસાફરી કરે છે. પોલીસે તેના ફોનમાંથી કેટલાક નંબરો મળી આવ્યા છે. જેના આધારે સુરતમાં કોને સપ્લાય કરવા આવી તે અંગેની માહિતી આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

પતિ ડ્રગ્સમાં જેલમાં જતા બહેન સાથે કારોબાર શરુ કર્યો

આ બનાવમાં ડીસીબી પોલીસ પાસેથી મળતી વધુ માહિતી અનુસાર પ્રાથમિક પુછપરછમાં ઝડપાયેલ બે બહેનો પૈકી હશમત સૈયદનો પતિ પણ ડ્રગ્સનો ધંધો કરતો હતો અને તેની ડ્રગ્સના કેસમાં મુંબઇની મુન્દ્રા પોલીસે તેને પકડી પાડી જેલમાં ધકેલી દીધો હતો. જેથી હશમતએ તેની બહેન હીના સાથે એમડીનો વેપલો શરૂ કર્યો હતો. બન્ને ટ્રેનમાં પર્સમાં એમડી ડ્રગ્સ લઇ આવી સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં સપ્લાય કરતી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંનેની વધુ પૂછપરછ શરુ કરી છે.