અત્યારસુધી સુરત શહેર બ્રિજ સીટી, ટેક્સ્ટાઇલ સીટી કે ડાયમંડ સીટી તરીકે જાણીતું હતું. પણ હવે સુરત શહેરને મુન સિટીનું બિરુદ મળ્યું છે. અને આ બિરુદ મળ્યું છે તાજેતરમાં જ વાયરલ થયેલા એક ફોટા દ્વારા, હાલ સુરતના સોશિયલ મીડિયામાં આ ફોટો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેને એક દૈનિક અખબારના ફોટોગ્રાફર દ્વારા ક્લિક કરવામાં આવ્યો છે.
સુરતના મોરાભાગલ વિસ્તારનો આ ફોટો ટોપ એન્ગલથી લેવામાં આવ્યો છે. જેમાં રસ્તા પરના ખાડા જોઈને એવું લાગે કે આ સ્માર્ટ સીટી સુરતના જ રસ્તા છે કે ચંદ્રની કોઈ સપાટી ? રસ્તો એવો ઉબડખાબડ દેખાઈ આવે છે, કે રસ્તા પર ખાડો નહીં, પણ ખાડામાં રસ્તો શોધવાની જરૂર હોય એવું લાગી રહ્યું છે.
સુરતમાં ફેસબુક પર એક યુઝર્સ દ્વારા આ ફોટો શેર કરીને લખવામાં આવ્યું છે કે એક ખાડા મંત્રાલય પણ હોવું જરૂરી છે, સુરતમાં અને અન્ય શહેરોમાં જે રીતે ખાડા પડ્યા છે, તેનું કોઈ નિરાકરણ આવી શક્યું નથી, જેથી ખાડા મંત્રાલય ખોલીને કોઈ મંત્રીને તેનો હવાલો આપીને આ સમસ્યાનું નિરાકરણ લાવવા તંજ કસવામાં આવ્યો છે.
તો બીજી તરફ આ પોસ્ટ પર કોમેન્ટ પણ ખુબ આવી રહી છે, લોકો કહી રહ્યા છે, કે ખાડા મંત્રી પોતે ખાડામાં જતા રહ્યા છે. એક યુઝરે લક્હ્યુ છે કે તમે સરકારને ખોટા બદનામ કરો છો..વર્ષો જૂની પદ્ધતિ નું નવું રૂપ આપવામાં આવ્યું છે… રોડ પર ટેક્ષ્ચર કરવામાં આવ્યું છે અને તમે લોકો ખોટું બદનામ કરો છો.
અન્ય એક કોમેન્ટ આવી છે કે આ સરકાર ને બદનામ કરવાનું કાવતરું છે ભારત માં અને તેમાં પણ ગુજરાત માં અને તેમાં પણ સુરત એટલે ગુજરાત ની આર્થિક રાજધાની માં આવા ખાડા થોડા હોય અને ખાડા ના મંત્રી જ સુરત શહેર ના હતા ત્યાં તો ના જ હોય આ ફોટો પાકિસ્તાન કે શ્રીલંકા નો હોય સરકાર ને બદનામ ના કરો. જયારે બીજા યુઝરે લખ્યું છે કે ફોટા પાડવા વાળા ના સ્ટુડિયો પર હવે રેડ પડશે
Leave a Reply
View Comments