કતારગામ વેડ રોડ ખાતે આવેલા નાની બહુચરાજી મંદિરના એક મહંત દ્વારા આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.આજે સવારે તેમનો મૃતદેહ મંદિર પરિસરમાંથી મળી આવ્યો હતો.ઘટના અંગે ખબર પડતા જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી જયારે પોલીસ પણ સ્થળ ઉપર દોડી આવી હતી અને જરૂરી તપાસ હાથ ધરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ સ્થિત વેડ રોડ વિસ્તારમાં આવેલા નાની બહુચરાજી મંદિરના મહંત શંભુનાથ મહારાજે આપઘાત કરી લીધો હતો.જાણવા મળતી માહિતી મુજબ તેમણે રાત્રી દરમિયાન ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જોકે સવારે આ ઘટના અંગે ખબર પડતા જ ભક્તો ત્યાં દોડી આવ્યા હતા.
મહંતના આપઘાતને પગલે ભાવિકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને સ્થળ ઉપરની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.વધુમાં જાણવા મળ્યું હતું કે તેઓ છેલ્લાં 20-25 વર્ષથી મંદિરમાં જ સેવા પૂજા કરતા હતા.જોકે આપઘાત પાછળનું કારણ હાલમાં સ્પષ્ટ નહીં થવા પામ્યો છે.પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Leave a Reply
View Comments