Surties : ઉકાઈ ડેમનો આ નજારો જોઈને તમારી છાતી ગર્વથી ફુલાઈ જશે, જુઓ આહલાદક નજારો !

 

જ્યારે જ્યારે પણ ચોમાસા અને ઉકાઈ ડેમની વાત આવે ત્યારે સુરતીઓમાં એક પ્રકારનો ડર જોવા મળે તે સ્વાભાવિક છે. કારણ કે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ સુરતીઓને તાપીપુર નો ભય સતાવા લાગે છે. પણ હાલમાં જ્યારે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ત્યારે ઉકાઈ ડેમનો આ નજારો જોઈને તમે ડરશો નહીં પરંતુ આ નજારો જોઈને તમારી છાતી ગર્વથી ફુલાઈ જશે.

માંડવીના કાકરાપાર ડેમ બાદ હવે ઉકાઈ ડેમને પણ ત્રણ રંગોની રોશની થી સજાવવામાં આવ્યો છે. જેના કારણે ડેમમાંથી જાણે દેશ પ્રેમનો ધોધ વહી રહ્યો હોય તેવો નજારો સર્જાયો છે. હાલ ઉકાઈ ડેમમાંથી 1.50 લાખ કરતા પણ વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે.

અને તેવામાં ડેમ ઉપર તિરંગાની રોશની કરવામાં આવતા આહલાદક નજારો ડેમ પર જોઈ શકાય છે. ત્રણ રંગોથી વહી જતો ધોધ જાણે રાષ્ટ્રપ્રેમની ભાવના વધારે પ્રગટ કરી રહ્યો હોય તેવું છતું થાય છે. ડેમનો નજારો રાત્રી દરમિયાન ખૂબ જ સુંદર અને માણવા લાયક બની રહે છે.