મેહુલ બોઘરા પર હુમલા બાદ વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કર્યા બાદ પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. આજે રિમાન્ડ પૂરા થતાં સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કરવાનો થતો હતો. પરંતુ વકીલ મંડળની નારાજગીને જોતા તેમજ એક દિવસ પહેલા જ વકીલો દ્વારા યોજાયેલી વિશાળ રેલીને ધ્યાનમાં રાખીને પોલીસને ખળભળાટ મચી જવાનો અંદાજ હોવાથી આજે સાજન ભરવાડને સવારે જ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
વકીલોના હંગામાની આશંકા જોતા પોલીસે સાજન ભરવાડને વકીલો કોર્ટમાં પહોંચે તે પહેલા જ સવારે 9 વાગે કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે વધારાના રિમાન્ડની માંગણી ન કરતાં કોર્ટે સાજન ભરવાડને જેલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. સાજન ભરવાડના રિમાન્ડ પુરા થતા જેલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો
ગઈકાલે મેહુલ બોઘરા પર થયેલા હુમલાના વિરોધમાં સુરત જિલ્લા બાર એસોસિએશન દ્વારા રેલી કાઢી હતી. તેઓએ સુરત જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. ગઈકાલે રેલીમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા હોવાથી આજે ફરી સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કરવામાં આવતા હોબાળો થાય તેવી શક્યતાઓ હતી. જેથી સાજન ભરવાડને સવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
સાજન ભરવાડને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ફાસ્ટટ્રેક કોર્ટે આરોપી સાજન ભરવાડના રિમાન્ડ પૂર્ણ થતાં તેને રજૂ કર્યો હતો. સાજન ભરવાડ સામે વકીલો સતત વિરોધ કરી રહ્યા છે. વકીલ પર થયેલા જીવલેણ હુમલાનો તમામ વકીલો વિરોધ કરી રહ્યા છે. વકીલો પર આ રીતે હુમલા ન થાય અને મેહુલ બોઘરા પરની અત્યાચારની કલમ હટાવવામાં આવે તેવી માંગ છે.
Leave a Reply
View Comments