Surties : એડવોકેટ તરીકે ઓળખ આપી ઉધનાની ત્યક્તા પર બળાત્કાર

Surties: Rape of Udhana's woman by identifying herself as an advocate
Udhna Police Station (File Image )

શહેરના ઉધના વિસ્તારમાં રહેતી મહિલાના છૂટાછેડા થયા બાદ તે તેના પુત્ર સાથે માતા-પિતા સાથે રહે છે. જોકે મહિલાએ બીજા લગ્ન કરવા માટે શાદી ડોટ કોમ પર પોતાનો બાયોડેટા મુક્યો હતો. જેના મારફતે એક યુવકે પોતાની ઓળખ એડવોકેટ તરીકે આપી લગ્ન કરવાની લાલચ આપી ઇડર બોલાવી હતી. જેથી મહિલા મળવા માટે જતા ઇડરમાં હોટલ બુક કરાવી ત્યક્તા સાથે જબરજસ્તી કરી પાંચ વાર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે બાદમાં લગ્ન માટે સામાન ખરીદવાના બહાને 2.18 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. પરંતુ બાદમાં લગ્ન નહીં કરી તેને બદનામ કરવાની ધમકી આપી હતી.

ત્યક્તા એ પૈસા માંગતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવની વિગત એવી છે કે ઉધના વિસ્તારમાં બસ સ્ટેન્ડ સામે રહેતી ૩૩ વર્ષીય મહિલાના છૂટાછેડા થયા બાદ તે તેના પુત્ર સાથે માતા-પિતાના ઘરે રહે છે. આ દરમિયાન તેણીએ બીજા લગ્ન માટે શાદી ડોટ કોમ નો સહારો લીધો હતો. તેણીએ તમામ વિગત શાદી ડોટ કોમ પર્ણ અપલોડ કરી હતી. આ દરમિયાન રોહિત કુમાર જેઠાભાઇ પરમાર (રહે શીખર સોસાયટી, નવરાત્રિ ચોક પાસે, બળવાવ રોડ, ઈડર) નામના ઈસમે તારીખ 20 મે,2022 ના રોજ તેણીનો સંપર્ક કર્યો હતો. રોહિતે પોતાની ઓળખ એડવોકેટ તરીકે આપી હતી. બાદમાં તેણીને અવાર નવાર ફોન કરી લગ્ન કરવાની લાલચ આપી લોભામણી વાતો કરી કોર્ટ મેરેજ કરવા માટે કહ્યું હતું.

જોકે બાદમાં રોહિતે તા.14 જૂન 2022ના રોજ સુરતથી ઇડરની ટ્રાવેલ્સની ટીકીટ બુક કરાવી ત્યક્તાને ઇડર ખાતે બોલાવી હતી. જ્યાંથી તા.15 જૂન 2022 ના રોજ દર્શન કરવા માટે શામળાજી ખાતે લઇ જઇ ત્યાં હોટેલમાં એક રૂમ બુક કરાવી રાત્રી રોકાણ કર્યું હતું. આ સમયે પણ રોહિતે હવે આપણે લગ્ન કરવાના જ છે તેમ કહી મહિલાની મરજી વિરુદ્ધ બળજબરીથી પાંચ વખત શરીર સબંધ બાંધી બળાત્કાર કર્યો હતો. ત્યાંથી નીકળ્યા બાદ લગ્ન કરી ગાંધીનગર ખાતે મકાન લઇ રહેવા જવાનુ જણાવી ઘરવખરીનો સામાન લેવાના બહાના બતાવી ત્યક્તા પાસેથી ટુકડે ટુકડે કુલ્લે રૂપિયા 2.18 લાખ મોબાઇલ દ્વારા ગુગલ પે થી ટ્રાન્સ્ફર કરાવી લીધા હતા અને વધુ પૈસાની માંગણી કરી હતી.

જેથી મહિલાએ વધુ પૈસા આપવાની ના પાડતા તેણીને ફોન કરી બદનામ કરવાની ધમકી આપી તેમજ તેણીના માતા-પિતાને પણ ખુબ જ ગંદી ગાળો આપી હતી. ત્યારબાદ રોહિતે લગ્ન ન કરતા પરિણીતાએ પૈસા પરત માંગ્યા હતા. પરંતુ રોહિતે પૈસા નહિ મળે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આખરે ગતરોજ ભોગ બનનાર મહિલાએ ઉધના પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રોહિત સામે બળાત્કારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.