વરાછા વિસ્તારમાં આવેલ ભગીરથ સોસાયટીમાં એક મકાનની બહાર જાહેરમાં ગતરોજ પોલીસે દરોડા પાડી જુગાર રમતા પાંચ ખુમાણ બંધુઓ સહીત પોલીસે નવ જુગારીયાઓને ઝડપી લીધા હતા. પોલીસે તમામ જુગારીયાઓ પાસેથી રોકડા રૂપિયા ૨૪ હજાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે વરાછા પોલીસને બાતમી મળી હતી કે વરાછા મારૂતીચોક પાસે આવેલ ભગીરથ સોસાયટી-૦૧ ઘર.નં-૩૭૪ પાસે જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે સોસાયટીમાં દરોડા પાડ્યા હતા. સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા નજુ બચુભાઈ પટગીર (રહે-ઘર.નં-૩૭૪ ભગીરથ સોસાયટી-૦૧ મારૂતીચોક પાસે વરાછા), મહેશ અમરૂભાઈ ખુમાણ (રહે-મેવાસાગામ તા-સાવરકુંડલા જી-અમરેલી), અનુપસિંહ કુંવરૂભા સરવૈયા (રહે-જડકલાગામ તા-જેસર જી-ભાવનગર), ભયલુ ભાભલુભાઈ ધાખડા (રહે-કેરીયાચાડગામ તા,જી-અમરેલી), રણજીત બહાદુરભાઈ ખુમાણ (રહે-ઘર.નં-૧૫૨ ગાયત્રી સોસાયટી મેઈટ ગેટ પાસે બુટ ભવાની રોડ કાપોદ્રા), હન્નુ કનુભાઈ ખુમાણ (રહે- ઘર.નં-૪૦૫ ગાયત્રી સોસાયટી મેઈટ ગેટ પાસે બુટ ભવાની રોડ કાપોદ્રા), મહેશ બચુભાઈ ખુમાણ (રહે-ઘર.નં-૨૨૫ માન સરોવર સોસાયટી કામરેજ ટોલનાકા પાસે કામરેજ), મનુ વાડીયાભાઈ ખુમાણ (રહે-પીથવડીગામ તા-સાવરકુંડલા જી-અમરેલી) અને જયદિપ ભાભલુભાઈ તીતોસા (રહે-ઘર.નં-૩૫૨ ગાયત્રી સોસાયટી મેઈટ ગેટ પાસે બુટ ભવાની રોડ કાપોદ્રા)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ પાસેથી દાવ પરના રોકડા રૂપિયા ૧૧૨૦ તથા અંગઝડતીના રોકડા રૂપિયા ૨૩,૦૬૦ મળી કુલ્લે રૂપિયા ૨૪,૧૮૦ની મત્તા કબ્જે કરી તમામ સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Leave a Reply
View Comments