Surties : પીએમ મોદી સભા પહેલા કરશે 2.60 કિલોમીટરનો રોડ શો, જનમેદનીની વચ્ચેથી જ લેશે સ્ટેજ પર એન્ટ્રી

Surties: PM Modi will do a 2.60 km road show before the assembly, he will enter the stage from the middle of the public square.
Surties: PM Modi will do a 2.60 km road show before the assembly, he will enter the stage from the middle of the public square.

આગામી તારીખ 29 સપ્ટેમ્બરના રોજ સુરતના(Surat ) મહેમાન બની રહેલા વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની જાહેરસભાને જંગી તથા અભૂતપૂર્વ રીતે સફળ બનાવવા માટે સુરત મનપા (SMC) સહિત આખું જિલ્લા વહીવટી તંત્ર, શહેર ભાજપ સંગઠન કામે લાગી પડ્યું છે. એસપીજી કમાન્ડો દ્વારા સભાસ્થળનો કબજો લેવામાં આવ્યો હતો તથા હેલિપેડથી લઇને સભાસ્થળ સુધીનો રૂટ, સભાસ્થળે વિવિધ પ્રકારના આયોજનો, પાર્કિંગ વ્યવસ્થા વગેરેનું નિરીક્ષણ સ્થાનિક પોલીસ પ્રશાસન અને જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

નિલગીરી ગ્રાઉન્ડ, લિંબાયત ખાતે આયોજિત થનારી વડાપ્રધાન મોદીની જંગી જાહેરસભા માટે અભૂતપૂર્વ તૈયારીઓ તંત્ર અને રાજકીય સ્તરે થઈ રહી છે. ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક વિદ્યાલયના મેદાનમાં બનનારા ત્રણ હેલિપેડથી લઇ નિલગીરી ગ્રાઉન્ડ ખાતે, જાહેર સભા સ્થળ વચ્ચે વડાપ્રધાન મોદીની રોડ શોનો રૂટ ફાઇનલ થઈ ગયો છે.

2.60 કિલોમીટરનો કરશે રોડ શો

અંદાજે 2.60 કિલોમીટર રૂટ પર વડાપ્રધાન મોદીનો રોડ શો થશે. આ રૂટ પર અંદાજે વિવિધ સમાજો દ્વારા 20 જેટલા લોકેશનો પર વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવશે. એટલું જ નહીં આ રૂટ પર મનપા દ્વારા ઐતિહાસિક કિલ્લાના મેદાનની રેપ્લીકા તૈયાર કરવામાં આવશે. મર્યાદિત સમયને કારણે આ રેપ્લિકા પરથી પીએમ મોઈડને ઐતિહાસિક કિલ્લાના મેદાનનું ડેવલપમેન્ટ કેવી રીતે કરવામાં આવ્યું તેનો ખ્યાલ આવી શકે તેમ છે.  પીએમ મોદી જાહેરસભા સ્થળે વીઆઈપી એન્ટ્રીમાંથી સ્ટેજ પર પ્રવેશ કરવાને બદલે સભા સ્થળે હાજર જનમેદનીની વચ્ચેથી જ સ્ટેજ સુધી જવા માટે એન્ટ્રી કરે તેવી પણ પુરી સંભાવના છે.

વડાપ્રધાન લિંબાયતમાં મહર્ષિ આસ્તિક સ્કુલના ગ્રાઉન્ડ ખાતે બનાવાયેલા હેલીપેડ પર ઉતરાણ કરશે. ત્યાથી મીડલ રીંગરોડ પર થઇને સભાસ્થળ સુધી જશે આ રસ્તા પર રોડ શોનુ આયોજન કરાયું છે. તેમજ ઠેક ઠેકાણે સ્ટેજ શોનુ આયોજન કરાયું છે. તેમજ ઠેક ઠેકાણે ઉભા કરી મોદીનું સ્વાગત કરાશે. ઉપરાંત મનપા દ્વારા મહત્વના પ્રોજેકટના કટ આઉટ બનાવી રસ્તા પર ગોઠવવામાં આવશે અને વડાપ્રધાનના ધ્યાન પર મનપાના વિકાસના કામો દેખાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે.