Surties : મુંબઈ અને દુબઈના વેપારીઓનું કારસ્તાન, ક્રેડિટ ફેસિલિટી આપવાના બહાને વેસુના કોલસાના વેપારી સાથે 46.55 લાખની ઠગાઈ

Surties: Mumbai and Dubai businessmen's cartel, 46.55 lakh fraud with a Vesu coal dealer on the pretext of providing credit facility
Cheating (Symbolic Image )

શહેરના વેસુ વિસ્તારમાં રહેતા અને કોલસાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને મુંબઈ અને દુબઈના ઠગબાજો ભેટી ગયા હતા. મુંબઈના અને દુબઈના એજન્ટે વિદેશની બેન્કમાંથી સુરતના સ્થાનિક બેન્કમાં એસબીએલસી દ્વારા રૂપિયા 7.5 કરોડની ક્રેડીટ ફેસીલીટી અપાવાનો વિશ્વાસ આપી લોનની પ્રોસેસના ખર્ચના બહાને 46.55 લાખ રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં ઈટાલીની ક્રેડીટ એગ્રીકોલ બેન્કનો દુબઈની મશરેક બેન્ક મારફતે બોગસ એસબીએલસી ડીઝીટલ લેટર મોકલી આપ્યો હતો. બાદમાં વેપારીને પોતાની સાથે ઠગાઈ થયાની જાણ થતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વેસુ એસ.ડી.જૈન સ્કુલની પાછળ આવિષ્કાર રેસીડેન્સી ખાતે રહેતા ઉત્કર્ષ રવીકુમાર અગ્રવાલ (ઉ.વ.29) વેસુ ખાતે એસ.એન.એસ અરિસ્ટા ખાતે એગ્લોમોન્ટો રીસોર્સ પ્રા.લિ કંપનીના નામથી કોલસા લે-વેચનો વેપાર કરે છે. તેઓને મે 2021માં ધંધાકીય હેતુથી લોનની જરૂરીયાત ઉભી થઇ હતી. જેથી તેઓએ તેમની કંપનીમાં લોનનું કામકાજ કરતા ધર્મેશ પટેલને વાત કરી હતી. તેઓએ વિદેશની બેન્કમાંથી સ્ટેન્ડ બાય લેટર ઓફ ક્રેડીટ દ્વારા લોન અપાવાનું કામ કરતા મુંબઈના સબરેઝ અહેમદ શેખનો ટેલીફોનિક સંર્પક કરાવ્યો હતો. ત્યારબાદ ઉત્કર્ષ અને તેના પિતા સબરેઝ શેખને મુંબઈમાં મલાડ વેસ્ટ રામગનર ક્રેન પ્લાઝા આવેલી ઓફિસે મળવા માટે ગયા હતા.

ત્યાં સબરેઝ શેખે પોતે એસબીએલસી (સ્ટેન્ડ બાય લેટર અોફ ક્રેડીટ)ના આધારે લોન-ફંડીગ પોતે અપાવી શકે તેમ છે અને પોત એસબીએસલીના ઘણાકામ કરે છે તેવી વાત કરી હતી. ઉત્કર્ષએ તેના ગ્રુપમાં સબરેઝ શેખ અંગે તપાસ કર્યા બાદ સબરેઝ શેખને એસબીએલસી એટલે વિદેશની બેન્કમાંથી ભારત દેશની કોઈપણ સ્થાનીક બેન્ક દ્વારા મોટી રકમની લોનની વાત કરી હતી. બહારની બેન્કમાંથી લોનના વ્યાજદરમાં અોછો હોવાથી એસબીએલ લોન ફંડીગ લેવાનું નક્કી કયું હતું. સબરેઝએ 7.5 કરોડની લોન સુરત ખાતેની બેન્ક સાથે આંતરરાષ્ટ્રીય બેન્ક ટોપ હોય તેવી બેન્કમાંથી ક્રેડીટ ફેસીલીટી અપાવાનો વિશ્વાસ અપાવી એસબીએલસી અપાવા માટેની ગણતરી કરી રૂપિયા ૪૮ લાખનો ખર્ચો જણાવ્યો હતો.

ત્યારબાદ ઉત્કર્ષે અનેક મીટીંગો પણ કરી હતી. સબરેઝ શેખએ પહેલા જર્મનીની કોમર્સ બેન્કમાંથી લોનની વાત કરી હતી. પરંતુ ત્યાંથી લોન અપાવી ન હતી. ત્યારપછી ઈટાલીની ક્રેડીટ એગ્રીકોલ બેન્ક દ્વારા સુરતની ઘોડદોડ રોડની એક્સીસ બેન્કમાંથી ત્રણ મહિનામાં લોન અપાવાની વાત કરી હતી. ઉત્કર્ષએ ગત તા 9 જુન 2021ના થી 27 જુલાઈ 2021 સુધીમાં ટુકડે ટુકડે કરી સબરેઝના વાઈબ્રન્ટસ એન્ટરપ્રાઈઝના ખાતામાં ટ્રાન્સફર પણ કરી દીધા હતા.
સબરેઝ શેખના કહેવા મુજબ 12 જુલાઈ 2021ના રોજ એક્સીસ બેન્કમાં સેકશન લેટર પણ મેળવી લીધો હતો.

ત્રણ કે ચાર અલગ અલગ ફોર્મેટ બેન્કમાં બતાવી તેમના કહેવા મુજબ સુધારો કર્યા બાદ બેન્ક અને સબરેઝએ એસબીએલસી મારફતે એક્સીસ બેન્કમાંથી ક્રેડીટ ફેસીલીટી મળસે હોવાનુ કહ્યું હતું. પરંતુ સપ્ટેમ્બર સુધીમાં કોઈ લોન મળી ન હતી. ઉત્કર્ષની શંકા જતા પૈસા પરત માંગતા બે તબક્કામાં ૧૯ લાખ પરત આપ્યા હતા. જોકે 3 નવેમ્બરના રોજ સબરેઝએ ડિસેમ્બર સુધીમાં ઈટાલીની ક્રેડીટ એગ્રીકોલ બેન્કમાંથી એસબીએલસી મારફતે તેના દુબઈ ખાતે રહેતા અોળખીતા નવીન મલેક મદદથી મોકલી આપશે હોવાનો વિશ્વાસ આપતા ૧૫ લાખ સબરેઝના અને 4 લાખ નવીનના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

આરોપીઓએ 22 ડિસેમ્બરના રોજ ઈટાલીની ક્રેડીટ એગ્રીકોલ બેન્કને ઈસ્યુ કરેલ બેન્ક દર્શાવી દુબઈની મશરેક બેન્ક મારફેત સ્વીફ્ટ ટ્રાન્સફરથી એસબીએલસી એક્સસી બેંક મોકલી છે. જેની એસબીએલસીની આપી હતી. જોકે બેન્કમાં તપાસ કરતા લેટર બોગસ હોવાનુ બહાર આવ્યું હતુ. ઉત્કર્ષ અગ્રવાલે પૈસા પરત માંગતા નહી આપી છેતરપિંડી કરી હતી. આરોપીઓ લોન અપાવાને બહાને રૂપિયા 46.55 લાખ પડાવી લીધા હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી ઈકો સેલ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.