Surties : ઝણકાર નવરાત્રીમાં ગરબે રમવા આવ્યા મંત્રી દર્શના જરદોશ અને યંગ બિઝનેસમેન અજય ઉંધાડ

સુરતમાં KDM ઝણકાર નવરાત્રિનું આયોજન VIP રોડ વેસુ ખાતે C.B.Patel Stadium ખાતે કરવામાં આવ્યું છે.  જેમાં 9 દિવસ ખેલૈયાઓ ગીતા રબારીના તાલે ઝૂમશે. નવરાત્રિના છઠ્ઠા દિવસે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ અવધ ગ્રુપના યંગ ડાયનેમિક બિઝનેસમેન અજય ઉંધાડે પણ હાજરી આપી હતી. સાથે છઠ્ઠા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમ્યાં હતા.

સુરતમાં આ વર્ષે કોરોનાના બે વર્ષ બાદ ઘણા સ્થળે નવરાત્રીનું આયોજન થયું છે. જેમાં સૌથી સારું આયોજન શહેરના સી.બી.પટેલ સ્ટેડિયમ ખાતે થયુ છે. કોકિલ કંઠી ગીતા રબારીના સુરે ખેલૈયાઓ નવરાત્રીની મજા માણી રહ્યા છે.

ત્યારે નવરાત્રીના છઠ્ઠા દિવસે અવધ ગ્રુપના સૌથી યંગ અને ડાયનામીક બિઝનેસમેન અજય ઊંધાડે હાજરી આપી હતી. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે પણ તેમની સાથે રહીને ગરબા રમવાનો આનંદ ઉઠાવ્યો હતો.