માતાની મમતા વિશે કોઈ ઉદાહરણ આપવાની જરૂર નથી. અને એમાં પણ એક સ્ત્રી હૃદયમાં માતૃત્વ હોય જ છે એના ઘણા કિસ્સાઓ આપણે જોયા હશે. પણ સુરતમાં એક અજીબ કિસ્સો સામે આવ્યું છે. જેમાં મમતા નામની માતાએ મમતાનું નામ લજવ્યું છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ બીમાર રહેતા અને દેખભાળ કરવાની જવાબદારી માંથી છટકવા માટે સાવકા પુત્રનું દીવાલ સાથે માથું ભટકાવીને હત્યા કરી નાખી હતી. અને તે પછી તેનું મોત બીમારીને કારણે થયું હોવાનું ખોટી વાત કરી હતી. આ કેસમાં પોલીસે મમતાની હત્યારી એવી માતાની ધરપકડ કરી લીધી છે.
મમતાનું નામ લજવ્યું
પાંડેસરાના મહાદેવનગરમાં ઝાડીની વચ્ચે એક નાના બાળકનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો લઈને તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.જેમાં દોઢ વર્ષના બાળકનું મૃત્યુ બીજા કોઈ કારણથી નહિ પણ માથામાં ઇજાના કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે માસુમ બાળકના ફોટાની મદદથી તપાસ કરતા આ બાળક પાંડેસરાના હરિઓમનગરમાં રહેતા અરુણ ભોલાનો પુત્ર હોવાનું ખુલ્યું હતું.
પોલીસે અરુણ અને તેની પત્ની મમતાની સઘન પુછપરછ કરી હતી. જેમાં સાવકી માતા મમતાએ દોઢ વર્ષના બાળકની હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું. તારીખ 13 ઓગસ્ટના રોજ અરુણ જ્યારે નોકરી પર ગયો હતો, ત્યારે તેણીએ દોઢ વર્ષના બાળકનું માથું દીવાલ સાથે ભટકાવીને માસુમની હત્યા કરી નાંખી હતી.
તેનો પતિ અરુણ જયારે ઘરે પરત આવ્યો ત્યારે તેણીએ બાળક ત્રણ દિવસથી કંઈ ખાતો નથી, અને આજે સવારથી ઉઠ્યો નથી, તેમજ તેના લીધે જ તેનું મોત થઇ ગયું હોવાનું જુઠ્ઠાણું કહ્યું હતું. તેણે અરુણ સાથે મળીને સંતાનને નજીકની ઝાડીમાં દાટી દીધો હતો. બે દિવસ ભારે વરસાદને કારણે માટી ધોવાઈ જતા બાળકનો મૃતદેહ બહાર આવતા હત્યારી માતાનો પર્દાફાશ થયો હતો.
વધુમાં મળતી માહિતી પ્રમાણે દોઢ વર્ષનો આ બાળક સતત બીમાર રહેતો હોવાથી સાવકી માતા મમતાને તેની દેખભાળ કરવાનું ગમતું ન હતું. મમતા સાથે અરુણે બીજીવાર લગ્ન કર્યા હતા. મમતા સાથે પહેલા લગ્ન રિતીરીવાજથી કર્યા બાદ તેને તેની સાળી સંગીતા પસંદ પડી ગઈ હતી. અને સંગીતાને તે લગ્ન કરી સુરત લઇ આવ્યો હતો, જેના થકી તેને આ પહેલા બાળકનો જન્મ થયો હતો. જોકે ગત મે મહિનામાં સંગીતાનું મૃત્યુ થતા તે ફરી વાર મમતાને પત્ની બનાવીને સુરત પરત લઇ આવ્યો હતો.
જ્યાં બાળક બીમાર રહેતો હતો, અને તેની દેખભાળ કરવાની જવાબદારીમાંથી છટકવા મમતાએ ક્રૂર બની બાળકની હત્યા કરી નાંખી હતી.
Leave a Reply
View Comments