ચા કરતા કીટલી ગરમ હોય છે. ગુજરાતીની આ કહેવત તો તમે સાંભળી જ હશે. નેતાઓ સાથે પણ એવું જ કંઈ હોય છે. નેતાઓ સાથે નજીકનો સબંધ કે ઘરોબો ધરાવતા લોકોનો રુઆબ પણ નેતા કરતા ઓછો હોતો નથી.
સુરતમાં પણ આ જ વાતની સાબિતી આપતો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈએ એક નિર્દોષ ફળવાળા પર દંડાવાળી કરીને મર્દાનગી બતાવવાનો પ્રયત્ન કર્યો છે.
વિડીયો સુરતના ડીંડોલી વિસ્તારનો હોવાનું માલુમ પડ્યું છે. જેમાં જોઈ શકાય છે.જેમાં ડીંડોલી ઓમનગર ખાતે ભાજપના પૂર્વ નગરસેવક દયાશંકરના ભાઈ કૃપાશંકરે કેળા વેંચતા એક વિક્રેતાને જાહેરમાં દંડા વડે માર માર્યો હતો. જોકે તેની પાછળ શું કારણ હતું તે હજી સુધી જાણવા મળ્યું નથી.
પણ વિડીયો વાયરલ થયા બાદ લોકો તેના પર ટિપ્પણી કરી રહ્યા છે કે નેતાના ભાઈ હોવાનો આ રીતે ફાયદો ઉઠાવવો અને કાયદો વ્યવસ્થા હાથમાં લેવું ખોટું છે.
Leave a Reply
View Comments