Surties : અલગ અલગ સ્થળેથી તિરંગા યાત્રા કાઢી કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ

26 મી જુલાઈએ દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે શહેરના સરથાણા જકાતનાકા સહીત અલગ અલગ સ્થળેથી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી અને કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા ખાતે ફાઈટર પ્લેન સામે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.ત્યારબાદ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો.સરથાણા જકાતનાકા ખાતેથી નીકળેલી યાત્રાનું સુરતના અલગ અલગ સ્થળે સન્માન કરવામાં આવ્યું હતું.

મીની બજાર સુધી યોજનારી યાત્રામાં અલગ અલગ સ્પોટ પર શાળાના વિદ્યાર્થીઓથી લઈને સામાજિક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.પીપલોદ કારગિલ ચોક ખાતે મોટી સંખ્યામાં વિધાર્થીઓ તેમજ અગ્રણીઓ હાજર રહયા હતા અને વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આજે સવારે પીપલોદ ખાતે આવેલા કારગીલ ચોક ખાતે પણ મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓએ પણ શહીદોને યાદ કરીને નમન કર્યા હતા. તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ એ પણ અહીં આવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આજે રાત્રે 8.30 કલાકે સરદાર સ્મૃતિભવન ખાતે ગરીમાપૂર્ણ સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી સમર્પણ ગૌરવ સમારોહમાં 12 વિર શહીદ જવાનોના પરિવારોનું જાહેર અભિવાદન અને આર્થિક સહાય અર્પણ કરવામાં આવનાર છે.