સદીએના મહાનાયક અમિતાભ બચ્ચનના જન્મદિવસે બચ્ચન સાહેબના સુરતી ફેન એવા નિલેશ બોડાવાલાએ ટેટુ બનાવ્યું હતું.
નિલેશ બોડાવાલાએ પોતાની છાતી પર અમિતાભ બચ્ચનના ફોટો સાથે લખાવ્યું “ જયશ્રી અમિતાભ બચ્ચન “ લખાવ્યું છે. અમિતાભ બચ્ચન તેના આ સૌથી મોટા ચાહકને નામથી સંબોધી બોલાવે છે.
બાળપણથી અમિતાભના ચાહક રહેલા નિલેશ બોડાવાલા 2014ના વર્ષમાં સુરતની તે સમયની તાજ ગેટવે હોટેલમાં અમિતાભને મળ્યાં ત્યારે એક વર્ષની વયથી સિનિયર સિટીઝન સુધીના કાળની ફોટો ફ્રેમ ગિફ્ટ આપી હતી. એ પછી અમિતાભ સાંજે 6 કલાકે એમના જલસા બંગલો બહાર આવતાં ત્યારે મળવાનું થતું.
2019માં વેસ્ટ પર અમિતાભનું ટેટુ દોરી બતાવ્યું હતું, છેલ્લે કેબીસીમાં અમિતાભે જોતાં જ કહ્યું હતું *નિલેશ આપ આ ગયે* અત્યાર સુધી 25 વાર અમિતાભને મળી ચુક્યા છે.
તે અમિતાભ ફેન્સ ક્લબ ચલાવે છે એનાથી પણ બચ્ચન પરિચિત છે. નિલેશ બોડાવાલાએ અમિતાભને એના જન્મ દિવસે 111042 નંબરની 1 થી 1000 રૂપિયાની નોટ ગિફટ કરી છે.
Leave a Reply
View Comments