Surties : લીંબાયતમાં યુવકે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી તરછોડી દીધી

લીંબાયત વિસ્તારમાં રહેતી પરિણીતાનો પતિ તેણીને છોડીને જતો રહેતા પરિણીતા ત્રણ સંતાનો સાથે રહેતી હતી. આ દરમિયાન તે જે માર્કેટમાં કામ કરવા જતી હતી ત્યાં જ કામ કરવા આવતા યુવકે તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં લગ્નની લાલચ આપી તેણીને અલગ અલગ જગ્યાઓ પર ફરવા લઇ જઈ તેણીના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન પરિણીતા ગર્ભવતી થઇ જતા યુવકે તેણીની સાથે લગ્ન નહીં કરી તરછોડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે લીંબાયત પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે લિંબાયત ગણેશનગર વિભાગ-૨માં રહેતો વિકાસ રવિન્દ્ર વાઘે સન 2018માં તેની સાથે માર્કેટમાં નોકરી કરતી અને તેના વિસ્તારમાં રહેતી ત્રણ સંતાનની 24 વર્ષીય પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. પરિણીતાને તેનો પતિ છોડીને ચાલ્યો ગયો હતો. જેથી પરિણીતાને તેના ત્રણ બાળકો સાથે એકલી જ રહેતી હતી. વિકાસે પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગન કરવાની લાલાચ આપી તેના ઘરે તેમજ ઉભરાટ ફરવા લઈ જતો હતો.

ત્યારે ત્યાં મરજી વિરુધ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા. તે દરમ્યાન પરિણીતાને ત્રણ માસનો ગર્ભ રહી ગયો હતો. પરિણીતા અવાર નવાર વિકાસને તેની સાથે લગન કરવા માટે કહેતી હતી. પરંતુ દરેક વખતે વિકાસ કોઈના કોઈ બહાને વાત ટાળી દેતો અને બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી પરિણીતાએ ફરિયાદ નોધાવતા પોલીસે વિકાસ વાઘ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી ધરપકડ કરવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.