Surties : વોટ આપવા નહીં જઈ શકો તો ચૂંટણી અધિકારી ઘરે આવશે, ચૂંટણી પંચે બનાવ્યો આ એક્શન પ્લાન

Surties: If you can't go to vote, the election officer will come home, the Election Commission has made this action plan
Surties: If you can't go to vote, the election officer will come home, the Election Commission has made this action plan

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મંગળવારે ગાંધીનગરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાતમાં લગભગ 4.83 કરોડ નોંધાયેલા મતદારો છે. તેમણે કહ્યું કે 182 વિધાનસભા મતવિસ્તારોમાં 51,782 મતદાન મથકો બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે જો રાજકીય પક્ષ અપરાધિક કેસ ધરાવતા ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે, તો તેમણે જણાવવું પડશે કે તેઓને આવા ઉમેદવારો પસંદ કરવા માટે શું મજબૂરી હતી. તેઓએ આ વાત તેમના સોશિયલ અને પ્રિન્ટ મીડિયામાં જણાવવી પડશે.

તેમણે કહ્યું કે આવા ઉમેદવારોએ તેમના ગુનાહિત રેકોર્ડની ત્રણ વખત જાહેરાત કરવી પડશે જેથી નાગરિકો નિર્ણય લઈ શકે. તમને જણાવી દઈએ કે રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 13 અનુસૂચિત જાતિ અને 27 અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે આરક્ષિત છે. કુલ 51 હજાર 782 મતદાન મથકોમાંથી 17 હજાર 506 શહેરી વિસ્તારોમાં જ્યારે 34 હજાર 276 મતદાન મથકો ગ્રામીણ વિસ્તારોમાં બનાવવામાં આવશે. કુલ 1274 મતદાન મથકો સંપૂર્ણ રીતે મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. એટલું જ નહીં અડધા મતદાન મથકો પરથી ડાયરેક્ટ વેબકાસ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

ઘરે બેસીને મતદાન કરી શકશે

રાજીવ કુમારે મીડિયાને સંબોધતા કહ્યું, “જો કોઈ મતદાન કરવા માટે મતદાન મથક પર આવી શકતું નથી, તો અમે ઘરે જઈને મત લઈશું. સમગ્ર મતદાન પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. સીઈસી મુજબ, પોસ્ટલ બેલેટ સુવિધાનો લાભ લેવા માટે, મતદારે અગાઉથી ફોર્મ 12D ભરવું પડશે. આ વખતે અમે વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો, મહિલાઓ અને પ્રથમ વખતના મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. દરેક મતદારની ભાગીદારી જરૂરી છે.