હાલ શહેર અને રાજ્યમાં કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં છે. સરકારે પણ તમામ પ્રતિબંધો હટાવી લેતા હવે જનજીવન રાબેતા મુજબ શરૂ થઇ ગયું છે. કોરોનાના નવા વેરિએન્ટ તો આવી રહ્યા છે, પણ વેક્સિનેશન બહોળા પ્રમાણમાં થયા હોય હાલ તેની કોઈ ઘાતક અસર પણ જોવા મળી નથી રહી.
જુઓ વિડીયો :
જે તે સમયે કોરોના વકર્યો ત્યારે લોકો માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરતા હતા, પણ હવે કોરોના નિયંત્રણ હેઠળ આવતા તે પણ ભુલાઈ રહ્યું છે. જોકે કેટલીક જગ્યાઓ પર હજી પણ તે અનિવાર્ય રાખવામાં આવે છે. અને અન્યોની સલામતી જોઈને લોકો પણ સ્વંયભૂ રીતે આ ગાઇડલાઇનને ફોલો કરી રહ્યા છે.
ત્યારે સુરતથી દિલ્હી લખનૌની ઈન્ડિગો ફ્લાઈટમાં માસ્કની બાબતે દાદાગીરી જેવા વિડીયો સામે આવ્યા હતા. જેમાં એક પેસેન્જરે માસ્ક નહીં પહેરવા બાબતે ફ્લાઈટમાં જ દાદાગીરી શરૂ કરી દીધી હતી. અન્ય પેસેન્જર દ્વારા તેને માસ્ક પહેરવામાં કહેવામાં આવી રહ્યું હતું. ફ્લાઇટના સ્ટાફ દ્વારા પણ તેમને માસ્ક પહેરવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. જોકે તેણે આ વાત માનવાને બદલે જીભાજોડી શરૂ કરી દીધી. સુરતના એક જાગૃત નાગરિકે આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતો.
Leave a Reply
View Comments