Surties : હર્ષ સંઘવી બન્યા “મોટા ભાઈ”, મહિલા પોલીસની સ્વીકારી રાખડી

ભાઈ બહેન માટે પવિત્ર મનાતા અને પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનની ઉજવણી આજે સુરત સહિત સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ પોતાના શહેર સુરતમાં અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.

હર્ષ સંઘવીની ઓફિસે સુરતની મહિલા પોલીસ દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધીને મોટાભાઈ બનાવવામાં આવ્યા હતા. આ સાથે જ હર્ષ સંઘવીએ પણ તમામ બહેનોનો રાખડી વતી પ્રેમ સ્વીકારીને બહેનોની સલામતી નું વચન પણ આપ્યું હતું.

આજે સવારથી જ હર્ષ સંઘવીના કાર્યાલય પર મોટી સંખ્યામાં બહેનોની ભીડ જોવા મળી હતી. સુરત પોલીસની મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા હરસંગને રાખડી બાંધવામાં આવી હતી. અને સાથે જ તિરંગો પણ ભેટમાં આપવામાં આવ્યો હતો. ગૃહ મંત્રીના પ્રોટોકોલ પ્રમાણે તમામ મહિલા પોલીસ બંદોબસ્ત માં આવી હતી અને તેઓએ ગૃહ મંત્રીને રાખડી બાંધીને રક્ષાબંધનની શુભેચ્છા આપવી હતી આ ઉપરાંત મહિલા કોર્પોરેટરો દ્વારા પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધવામાં આવી હતી.

ગઈકાલે ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલ એ ગુજરાત પોલીસને સારો લાભ આપવાનો વાયદો કર્યો હતો. ત્યારે આજે હર્ષ સંઘવીએ પણ ગુજરાત પોલીસને લાંબા સમયથી જે ગ્રેડ-પે ની માંગણી કરવામાં આવી છે. તે બાબતે પણ હકારાત્મક ઉકેલ લાવવાની સૂચક નિવેદન આપવામાં આવ્યું હતું. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે બહેનોના મુદ્દે રાજનીતિ કરવા આવતા રાજનેતાઓથી બહેનોએ ચેતીને રહેવાની જરૂર છે.