સુરત શહેર દાનવીર શહેર તરીકે જાણીતું છે પણ અહીંના લોકો હવે સુવર્ણદાતા તરીકે હવે ઓળખાય તો નવાઈ નહિ. આપણે જાણીએ છીએ તેમ હજી શુક્રવારે જ શહેરમાં જન્માષ્ટમીની ધૂમ જોવા મળી હતી. ત્યારે આપણા શહેર સુરતની એક યુવતીએ એ દિવસથી એક શુભ શરૂઆત કરી છે, અને એ છે 1100 દીકરીઓને સુવર્ણ દાન કરવાની. દર્શના જાની નામની આ યુવતી જેઓ પોતાના જન્મદિવસ ની ઉજવણી 1100 દીકરીઓને સુવર્ણ દાન કરી ઉજવવા જઈ રહ્યા છે.
સમાજ ના અગ્રણી અને સમાજસેવિકા દર્શના જાની એ પોતાનો જન્મદિવસ ની અનોખી ઉજવણી જન્માષ્ટમી થી શરૂ કરીને 16 સપ્ટેમ્બર સુધી 1100 દીકરીઓને સુવર્ણદાન નો ટાર્ગેટ રાખ્યો છે.
જન્માષ્ટમી થી પોતાના જન્મદિવસ ની સુવર્ણ દાન ની ઉજવણી ચાલુ કરનાર દર્શના જાની એ 101 દીકરીઓની પૂજા કરી આશીર્વાદ લઇ “જય અંબે ” ધામ સિંગણપુર કતારગામ ખાતે સુવર્ણદાન કર્યું હતું
દર્શના જાનીએ જણાવ્યું હતું કે શાસ્ત્રો માં અનેક દાનો નું વિશિષ્ટ મહત્વ છે. જેમાં 11 વર્ષ ની બાળા કન્યા ને સુવર્ણ દાન નું ખુબજ વધારે મહત્વ છે. જન્માષ્ટમી થી આ સુવર્ણદાન 101 દીકરીઓથી ચાલુ કર્યું છે અને તારીખ 16 સપ્ટેમ્બર તેમના જન્મદિવસ સુધી સતત આપી શકે એવું નક્કી કર્યું છે.
આમ 101 દિકરીઓથી શરૂ કરાયેલું આ સુવર્ણ દાન 16 સપ્ટેમ્બર સુધી વધારીને 1100 દીકરીઓ સુધી લઈ જવાનું છે. દર્શના બેન દરેક દીકરીઓને આ સુવર્ણ દાન કરતી વખતે તેમને કંકુ ચાંદલા કરીને માથે આશીર્વાદ લે છે. અને આ પ્રથા તેઓ પોતાના જન્મદિવસ સુધી ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.
Leave a Reply
View Comments