પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી અને કામમાં લાલીયાવાડીને પગલે મહિલાઓ અને પુરુષોને એક જ ટોયલેટ ઉપયોગ કરવો પડી રહ્યો હતો.એટલુંજ નહીં મહિલાઓના ટોયલેટને તાળા મારી દેવામાં આવ્યા હતા.તેમજ ટોઇલેટની બહાર જે લખાણ લખવામાં આવે છે તે પણ ભૂંસાઈ ગયું હતું.તંત્રની આ બેદરકારી અંગે મીડિયાએ ધ્યાન દોરતા તંત્ર સફાળે જાગ્યું હતું અને તાત્કાલિક વ્યવસ્થાઓ સુધારી દેવામાં આવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્મીમેર હોસ્પિટલમાં આવેલ બ્લડ કલેક્શન સેન્ટર પાસે અને બ્લડ બેન્કની નીચે આવેલ જેન્ટસનો ટોયલેટનો ઉપયોગ મહિલાઓને પણ મજબૂરીમાં કરવો પડી રહ્યો હતો.જોકે તંત્ર દવારા હવે મહિલા અને પુરુષોના ટોયલેટને અલગ અલગ કરી દેવામાં આવ્યા છે.સાથે જ લેડીઝ ટોયલેટ ઉપરનું લાખ જે ભૂંસાઈ ગયું હતું ત્યાં પણ તાત્કાલિક ધોરણે “સ્ત્રી ટોયલેટ” નું ચિત્રણ કરવામાં આવ્યું છે.તેમજ દરવાજા ઉપર લગાવામાં આવેલા તાળા પણ ખોલી દેવામાં આવ્યા છે.મતલબ કે દર્દીઓને જે અસુવિધઓ અને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો હતો તેમાંથી થોડી રાહત મળી ગઈ છે.
Leave a Reply
View Comments