Surties : બીઆરટીએસ રૂટમાંથી પગપાળા જઈ રહેલા પિતા પુત્રને બસ ચાલકે અડફેટે લેતા પિતાનું મોત,પુત્ર સારવાર હેઠળ બનાવ,પોલીસે અજાણ્યા બસ ચાલક સામે તપાસ શરૂ કરી

 

રાંદેર રામનગર ખાતે આવેલ બીઆરટીએસ રૂટમાંથી પિતા પુત્ર ચાલતા જઈ રહયા હતા ત્યારે કોઈ અજાણ્યા બસ ચાલકે બનેં અડફેમાં લઈને નાશી છૂટ્યો હતો.અકસ્માતના કારણે પિતા પુત્રને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.બંને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યા પિતાનું મોત નીપજ્યું હતું જયારે પુત્ર સારવાર હેઠળ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરાભાગળ ખાતે આવેલ સુમન શાંતિ બિલ્ડિંગની પાછળ ઝૂપડામાં રહેતા વૃદ્ધ શ્રમજીવી વજેસિંગભાઈ કેશાભાઈ નીસરતા (ઉ.વ.55 ) તેમજ પુત્ર ઈન્કેશ વજેસિંગ નીસરતા (ઉ.વ.21 ) ગઈ કાલે સાંજે રામનગર ચાર રસ્તા પાસે પ્રકાશ મોબાઇલ દુકાનની સામે આવેલ બીઆરટીએસ રૂટમાંથી ચાલતા ચાલતા જઈ રહયા હતા.ત્યારે કોઈ અજાણ્યા બસ ચાલકે બંને અડફેટમાં લઈને ફરાર થઇ ગયો હતો.

અકસ્માતમાં પિતાને પુત્રને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.તેમજ સ્થળ ઉપર લોકો પણ ભેગા થઇ ગયા થા .બનેં ઈજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલેન્સ દ્વારા નવી સિવિલ હોસ્પ્ટિલમાં ખસેડાયા હતા જ્યા ટૂંકી સારવાર દરમિયાન વૃદ્ધ વજેસિંગનું મોત નીપજ્યું હતું જયારે પુત્ર ઈન્કેશ સારવાર હેઠળ છે.પરિવારજનોએ વધુમાં જણાવ્યું હતું પિતા પુત્ર મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા હતા.બંને જણા ગઈ કાલે શાકભાજી લેવા નીકળયા હોય તેવું અંદાજો છે.રાંદેર પોલીસે બસ ચાલકની તપાસ શરૂ કરી છે.