Surties : ટેલિકોમ ક્ષેત્રે અગ્રણી પુજારા ટેલિકોમ દ્વારા પણ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી, દેશ સેવા વધુ મજબૂત કરવાનો સંકલ્પ

 

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ થઈ રહેલી ઉજવણીમાં દરેક કોઈ પોતાની રીતે યોગદાન આપી રહ્યા છે. દેશપ્રેમ બતાવવા માટે અને દેશ પ્રત્યે પોતાની ભાવના દરેક કોઈ પોતાની રોટ પ્રગટ કરી રહ્યું છે. સરકારી કચેરીઓ હોય, પ્રાઇવેટ કંપનીઓ કે કોર્પોરેટ ક્ષેત્ર દરેક કોઈ દેશભક્તિના રંગમાં રંગાયુ છે.

ત્યારે ગુજરાતના અગ્રણી મોબાઈલ ફોન રીટેલર પુજારા ટેલીકોમ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અને  “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત તમામ ગ્રાહકોને એક ખાસ બોક્સમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, પુજારા ટેલીકોમના 200 થી વધુ સ્ટોર પર 15મી ઓગસ્ટ સુધી રાષ્ટ્રધ્વજનું વિતરણ ચાલુ રહેવાનું છે અને ત્યાં સુધી 25000 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવાનું આયોજન છે.

પુજારા ટેલીકોમના ડીરેક્ટર દીપક ભટ્ટીએ જણાવ્યું હતું કે “દેશની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની ઉજવણી આજે જ્યારે દરેક ભારતવાસીઓ કરી રહ્યા છે, ત્યારે પુજારા ટેલીકોમ પરિવાર પણ આ મહોત્સવને ગૌરવભેર ઉજવી રહ્યું છે.

જેના ભાગરૂપે ભારત સરકારના “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત, સૌ દેશવાસીઓની શાન અને શાંતિ, પ્રેમ અને એકતાનું પ્રતિક એવા રાષ્ટ્રધ્વજ તેઓ તેમના ગ્રાહકોને ભેટ કરી રહ્યા છે. ભારતને આઝાદી મળ્યા પછીના છેલ્લા 75 વર્ષોમાં આપણે દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ મેળવી છે.

ભારત દેશે વિજ્ઞાન અને ટેક્નોલોજી, તબીબી વિજ્ઞાન અને અન્ય ઘણા ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે અને જેમાં મોબાઈલ ફોન અને સ્માર્ટ ટેકનોલોજીનો પણ અમુલ્ય ફાળો છે. વર્ષોથી પુજારા ટેલીકોમ પણ અવનવી ટેકનોલોજી અમારા ગ્રાહકો સુધી પહોચાડતા રહ્યું છે. અને આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે રાષ્ટ્રધ્વજ લોકો સુધી પહોંચાડી ને દેશ પ્રેમ અને તેમની સેવાની ભાવના વધુ પ્રબળ કરવાની ભાવના દર્શાવી છે.