Surties : દિવાળીમાં રોશનથી ઝગમગશે કેબલ સ્ટેઇડ બ્રિજ, લાઇટિંગ માટે બ્રિજનો એક છેડો રાખવામાં આવશે એક મહિનો બંધ

144 કરોડના કેબલ સ્ટેડ બ્રિજ પર બ્રિજની એક તરફ સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ અને ફેશિયલ ટાઇપ લાઇટિંગ લગાવવા માટે આગામી દિવસોમાં બ્રિજની એક તરફનો ટ્રાફિક 1 મહિના માટે બંધ રહેશે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે આ મહિનાથી કેબલ મોનિટરિંગ સિસ્ટમ અને ફેસ લાઇટ લગાવવાનું કામ શરૂ કરવામાં આવશે.

વાહનચાલકોને અગવડ ન પડે તે માટે બ્રિજની માત્ર એક બાજુ જ બંધ રહેશે. કામ ક્યારથી શરૂ થશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. 20 કરોડના ખર્ચે સિસ્ટમના સંચાલન અને જાળવણી સાથે લાઇટિંગનું કામ કરવામાં આવશે. કેબલ ફોર્સ, વાઇબ્રેશન, તાપમાન અને હવાના દબાણ પર નજર રાખી શકાય છે.

કેબલમાં ખામી છે કે કેમ તેની માહિતી મેળવવા માટે સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા તાપમાન અને લોડની માહિતી મેળવવામાં આવશે. કંપન, તાણ, વિસ્થાપન, વિચલન, હવાનું દબાણ સહિતની તમામ માહિતી કંટ્રોલ રૂમમાં ઉપલબ્ધ હશે જ્યાં સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. કેબલ ફોર્સ, વાઇબ્રેશન, ટેમ્પરેચર, ટેન્શન મોનિટરિંગ, ડિસ્પ્લેસમેન્ટ/ડિફ્લેક્શન, એર પ્રેશર વગેરેનું રીઅલ ટાઇમ મોનિટરિંગ કરીને કેબલ પરના સેન્સરમાંથી બ્રિજ ફોલ્ટ્સ પર એડવાન્સ માહિતી મેળવી શકાય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેબલ-સ્ટેડ બ્રિજ પર આ પ્રકારની સિસ્ટમ કદાચ સમગ્ર ભારતમાં પ્રથમ હશે.