શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી હત્યાનો (Murder )સિલસિલો યથાવત છે.દરમિયાન વધુ એક હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. જુના ઝગડાની અદાવત રાખી બે ભાઈઓએ ભેગા મળી ગઈ કાલે રાત્રે સગરામપુરાની લુહાર શેરીમાં એક યુવક ઉપર ચપ્પુ અને લોખંડના સળિયા લઈને તૂટી પડ્યા હતા .યુવક ઉપર વીસેક જેટલા આડેધડ ચપ્પુના ઘા ઝીંકી તેની કરપીણ હત્યા કરી હતી.રસ્તા ઉપર લોહીના ખાબોચિયામાં યુવકનો મૃતદેહ જોનારા પણ ચોકી ઉઠ્યાં હતા.ઘટનાની જાણ થતા અઠવા પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
અઠવાલાઇન્સ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સગરામપુરા બકરા શેરી ખાતે આવેલ આલીશાન એપાર્ટમેન્ટ રહેતો સાજીદ સૈફુલ રહેમાન શેખ (ઉ.વ.38 ) ગઈ કાલે રાત્રે 8.30.થી પોણા નવ વાગ્યાના અરસામાં સગરામપુરા ખાતે આવેલ લુહાર શેરીના સ્વાગત કોમ્પલેક્ષની આગળ હાજર હતો ત્યારે આરોપી રફીક ઈરફાન શેખ અને સાજીદ ઈરફાન શેખ તેની પાસે ધસી આવેલા અને ચપ્પુ તથા લોખંડના સળિયા વડે તેના ઉપર તૂટી પડયા હતા.તેના માથામાં,છાતીના ભાગે,હાથ ઉપર સહીત શરીરના જુદા જુદા ભાગોમાં ચપ્પુના વીસેક જેટલા ઉપરા છાપરી ઘા ઝીંકી ગમ્ભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી સ્થળ ઉપરથી નાશી છૂટયા હતા.જાહેર રોડ ઉપર અને વરસતા વરસાદમાં લોહીના ખાબોચિયામાં યુવકનો મૃતદેહ પડેલો હતો.
આ અંગે ખબર પડતા સ્થળ ઉપર કેટલાક લોકો ભેગા થઇ ગયા હતા.ઘટના અંગે જાણ થતા અઠવા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થળ ઉપર જરૂરી તપાસ કરી યુવકનો મૃતદેહ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.વધુમાં મૃતકના મોટાભાઈ સરફરાઝ શેખે જણાવ્યું હતું કે સાજીદ ડ્રાઇવિંગનું અને પાર્ટ ટાઈમ કાપડનો ઓનલાઇન કામ કરતો હતો.નવથી દસ મહિના પહેલા હાલના આરોપીઓ સાથે કોઈ બાબતે ઝગડો અને મારમારી થઇ હતી ત્યારે મામલો પોલીસ મથક સુધી પણ પહોંચ્યો હતો.જોકે બાદમાં બધું સામાન્ય થઇ ગયો હતો પરંતુ આરોપીઓ પૈસાની માંગણી કરી રહયા હતા.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે જુના ઝગડાની અદાવતમાં આરોપીઓએ હત્યા કરી છે અને બન્નેની અટક કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Leave a Reply
View Comments