Surties : ઉન ભીંડીબજારમાં ગાળો આપવાની ના પાડતા યુવકની હત્યાની કોશિશ

Surties: Attempted murder of a young man who refused to pay in the wool okra market
Surties: Attempted murder of a young man who refused to pay in the wool okra market

સચિન જીઆઈડીસીના ઉન ભીંડીબજારમાં રઝાચોક પાસે ગઈકાલે રાત્રે એક યુવક બીજાને ગાળો આપતો હતો. જેથી બીજા ઈસમે તેને કોઈપણ કારણ વગર ગાળો આપવાની ના પાડતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો. અને તેણે પોતાની પાસેનો અસ્ત્રો કાઢી યુવકને ગળા પર અને હાથના ભાગે ઉપરાછાપરી ઘા મારી લોહીલુહાણ કરી ઢાળી દઈ હત્યાની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી હતી. બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ઉનભીંડીબજાર રઝા ચોક પાસે સીદ્દીકીનગર ખાતે રહેતા અને કડીયા મજુરી કામ કરતા વાહીદ અબ્દુલમજીદ શેખ (ઉ.વ.૩૫)ને સોમવારે રાત્રે અગિયાર વાગ્યે નજીકમાં રહેતો આમીન શબ્બીર સૈયદ કોઈ પણ કારણ વગર ગાળો આપતો હતો. જેથી વાહીદએ તેને ગાળો આપવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાયો હતો અને દાઢી કરવાનો ધારદાર અસ્ત્રાથી ગળા અને હાથના ભાગે ઘા મારી લોહીલુહાણ કરી ભાગી ગયો હતો. પોલીસે વાહીદની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આમ, નજીવી બાબતે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાના બનાવો પણ શહેરમાં વધી રહ્યા છે. તેવામાં થોડા મહિનાઓ પહેલા સુરત પોલીસ દ્વારા આવા શસ્ત્રો ધરાવતા લોકો માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જે બાદ આવા ગુનાઓ પર થોડા અંશે લગામ લાગી હતી. પણ ફરી એકવાર આવા બનાવો બનતા પોલીસે કાર્યવાહી તેજ કરવાની જરૂર દેખાઈ રહી છે.