પાંડેસરા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય તરુણે તેના જ વિસ્તારમાં રહેતી કિશોરીનું અપહરણ કરી હરિદ્વાર લઇ ગયો હતો. જ્યાં આશ્રમમાં રોકાણ કરી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. બનાવને પગલે ભોગ કિશોરીના પરિવારે પાંડેસરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે પાંડેસરાના ભેસ્તાન વિસ્તારમાં આવેલ શિવમ રેસિડેન્સીમાં રહેતા 19 વર્ષીય લીપુભાઇ સંતોષભાઇ પોલાઇ નામના યુવકે તેના જ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેણીને લગ્ન કરવાની લાલચ આપી તેણીનું અપહરણ કરી હરિદ્વાર લઇ ગયો હતો.
જ્યાં લીપુએ આશ્રમમાં કિશોરી પર બળાત્કાર ગુજારી તેણીનું શારીરિક શોષણ કર્યું હતું. બાદમાં બંને સુરત આવતાની સાથે જ કિશોરીના પરિવારે પાંડેસરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લીપું સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Leave a Reply
View Comments