છેલ્લા ઘણા સમયથી દેશભરમાં લવ-જેહાદનો વિવાદ ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન વિધર્મી યુવકો નામ બદલીને હિન્દુ યુવતીઓને ફસાવતા હોવાની ઘણી ફરિયાદો ઉઠવા પામે છે. તેના કારણે અનેક યુવતીઓનું જીવન નરક સમાન બની જાય છે. મોટે ભાગે વિધર્મીઓ ગરબા ક્લાસીસમાં જોડાઈને હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાની પેરવી કરતા હોય છે. અને પછી તેમનો નિયમિત સંપર્ક કરીને ધીરે ધીરે તેમની તરફ આકર્ષાતા હોય છે, પરંતુ આ વખતે આ મોડસ ઓપરેન્ડીને ફેલ કરવા હિન્દુ સંગઠનોએ અલગ સ્ટ્રેટેજી બનાવી હોવાનું સામે આવ્યું છે.
ગરબા ક્લાસીસ ના એક સંચાલકના કહેવા પ્રમાણે તેઓ જયારે પણ નવા એડમિશન લેશે ત્યારે ખાસ કરીને યુવકોના આઈકાર્ડ અને તેમની ડિટેઇલ સાથે રાખશે જેથી આ પ્રકારના કિસ્સાઓથી દીકરીઓને સુરક્ષિત રાખી શકાય. દીકરીઓને કોઈપણ જાતની અસલામતી ન લાગે તે બાબતનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે.
નવરાત્રી પહેલા હિન્દૂ સંગઠનોએ ખાસ સ્ટ્રેટેજી બનાવી છે. અને ગરબા ક્લાસીસ સંચાલકો સાથે વાતચીત શરૂ કરી દેવામાં આવશે. વિધર્મી યુવકોને પણ ગર્ભિત ચેતવણી આપવામાં આવી છે કે ભવિષ્યમાં જો આવા પગલાં બનશે તો અમારા દ્વારા આકરા પગલાં લેવામાં આવશે તેવી ચીમકી પણ હિન્દૂ સંગઠનો દ્વારા ઉચ્ચારવામા આવી છે.
નોંધનીય છે કે થોડા સમય પહેલા જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના એક ભાષણમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે કોઈ મુસ્તુફા મહેશ બનીને દીકરીઓને પ્રેમમાં ફસાવશે અને પ્રેમ જેવા પવિત્ર સંબંધને બદનામ કરશે તો તેને છોડવામાં નહીં આવે. આવા લોકોને બરાબરનો પાઠ ભણાવવાની ચીમકી પણ હર્ષ સંઘવી દ્વારા ઉચ્ચારવામા આવી હતી.
Leave a Reply
View Comments