અઠવાલાઇન્સ ખાતે આવેલ શિવ મંગલ એપાર્ટમેનના નાકે જૈન ધર્મનો દીક્ષાંત સમારોહ યોજાયેલો હતો જ્યાં મોટી સઁખ્યામા લોકો ભેગા થયેલા હતા ત્યારે આ ભીડનો લાભ લઇને કોઈ અજાણ્યો ચોર ઈસમો સમારોહમાં હાજર એક યુવકનો મોબાઈલ ચોરી કરી ફરાર થઇ ગયો હતો જેથી આ મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવવામાં આવી છે.
ભીડનો લાભ લઇ ચોર ઈસમ કસબ કરી ગયો,ઉમરા પોલીસે તપાસ શરૂ કરી
ઉમરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાર્લેપોઈન્ટ ખાતે આવેલ સરગમ શોપિંગ સેન્ટરની પાછળ મણિભદ્ર એન્ક્લેવમાં રહેતા કેવન નીતિનભાઈ શાહ ગત તારીખ 6-05-2022 ના રોજ સવારે અઠવાલાઇન્સ ખાતે આવેલ શિવ મંગલ એપાર્ટમેનના નાકે યોજાયેલા જૈન ધર્મના દીક્ષાંત સમારોહમાં હાજર હતા.આ સમારોહમાં ઘણાબધા લોકોની ભીડ પણ વધારે હતી ત્યારે અજાણયા ચોર ઈસમે ભીડનો લાભ લઇ તેમનો રૂ.27 હજારની કિંમતનું મોબાઈલ ચોરી કરી ફરાર થઇ ગયો હતો.
શરૂઆતમાં કેવન શાહે ઉમરા પોલીસ મથકમાં અરજી આપી હતી ત્યાર બાદ પોલીસે જરૂરી પ્રક્રિયા કરીને અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી હતી.વધુમાં કેવનભાઈએ જણાવ્યું હતું કે તેઓ પેપર પ્રિન્ટિંગ ડિસ્ટ્રીબ્યુશનનું કામકાજ કરે છે.બનાવ સંદર્ભે પોલીસ આગળની તપાસ કરી રહી છે.
Leave a Reply
View Comments