Surties : સુરતના વેપારીની અનોખી પહેલ, 1 લાખ સાડીના પાર્સલમાં દેશના ખૂણે ખૂણે પહોંચાડશે ત્રિરંગો

‘હર ઘર તિરંગા અભિયાન’ સાથે સુરતના કાપડના વેપારીઓએ અનોખી પહેલ કરી છે. તિરંગાની પ્રતિકૃતિ એક લાખ સાડીના બોક્સમાં રાખવામાં આવી છે જેથી કરીને દરેક ઘર સુધી તિરંગો પહોંચે. દરેક સાડીની સાથે દેશના દરેક રાજ્યમાં એક લાખ ત્રિરંગા મફતમાં મોકલવામાં આવી રહ્યા છે.

વિવિધ રાજ્યોમાં રાષ્ટ્રધ્વજ પહોંચાડવાની પહેલ

સુરતના કાપડના વેપારીઓએ અનોખી પહેલ કરી છે. તિરંગાની પ્રતિકૃતિ સુરતના એક વેપારી દ્વારા એક લાખ સાડીના બોક્સમાં રાખવામાં આવી છે જેથી કરીને દરેક ઘરમાં તિરંગો પહોંચે. દરેક સાડીની સાથે દેશના દરેક રાજ્યમાં એક લાખ ત્રિરંગા પણ મફતમાં મોકલવામાં આવી રહ્યા છે. સુરતથી કાપડ દેશના ખૂણે ખૂણે જાય છે. ખાસ કરીને સાડીઓના પાર્સલ દેશભરના વિવિધ રાજ્યોમાં પહોંચે છે.

એક લાખ બોક્સમાં મોકલવામાં આવશે ત્રિરંગો

એક વેપારીએ જણાવ્યું કે એક લાખ ખાસ બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. જેના પર ત્રિરંગો છે અને અમે તેને દરેક બોક્સમાં ત્રિરંગાની સાડી સાથે મફત મોકલીએ છીએ. એક લાખ બોક્સની સાથે એક લાખ ત્રિરંગા મોકલવામાં આવી રહ્યા છે. જેથી દેશના ખૂણે ખૂણે ત્રિરંગો લહેરાવી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ અમે વિચાર્યું કે આપણે પણ આપણી રીતે દેશના લોકો સુધી પહોંચવું જોઈએ અને દેશના દરેક રાજ્યમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં સાડીઓ મોકલવામાં આવી રહી છે.