Surties : ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવા સુરતમાં યોજાયો ખાસ કાર્યક્રમ, નિષ્ણાંતોએ સમજાવ્યો બિઝનેસ ફંડા

સ્ટાર્ટ અપ અને આંત્રપ્રિન્યોર આજના યુવાનો માટે પ્રથમ પસંદગી બની ગયું છે. ત્યારે આવા ઉભરતા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે સુરતમાં વરાછા ખાતે આવેલી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે ઇ-સેલ ખડગપુરના સહયોગથી આંતરપ્રિન્યોર અવેરનેસ ડ્રાઈવ રાખવામાં આવી હતી.

જેનો મુખ્ય હેતુ યુવાનોને ઉદ્યોગ સાહસિક બનાવી આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી તેઓ અભ્યાસ બાદ પોતાની કારકિર્દી બનાવી શકે. આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીનીઓને પોતાનો સ્વતંત્ર વ્યવસાય કેવી રીતે કરાવો તેનું માર્ગદર્શન, વ્યવસાયની પસંદગી પહેલા માર્કેટ સર્વે, સફળતા અને તેના માટે મોટિવેશન ટેનિંગ, માર્કેટિંગ મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, સોશિયલ ડેવલોપમેન્ટ અને ઉદ્યોગ સાહસિક સાથે વાર્તાલાપ સહિતની માહિતી આપવામાં આવી હતી.

એક્સપર્ટ દ્વારા વિદ્યાર્થીઓને સરકારી સ્કીમો સ્ટાર્ટઅપ ઇન્ડિયા વિશે માહિતી આપી હતી. આ તાલીમ બાદ વિદ્યાર્થીનીઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકશે. તેઓએ બિઝનેસ ફંડા જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

લગભગ 250 જેટલા વિદ્યાર્થીઓએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો. જેમાં TiE સુરતના ફાઉન્ડર અને સીઈઓ રિતેશ શરાફ, અલપીનો હેલ્થ ફૂડના સીઈઓ અને શાર્ક ટેન્ક ના કન્ટેસ્ટન્ટ ચેતન કાનાણી, મંકી એડ્સના કો ફાઉન્ડર પલક માધવાની સહિત કોલેજ સ્ટાફ હાજર રહ્યો હતો. આ વર્કશોપમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓનો અનુભવ પણ ખૂબ સારો રહ્યો હતો.