લીંબાયત વિસ્તારમાં સગીરા અને યુવકના મૃતદેહ ઘરમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ હતી.મૃતકો પ્રેમી યુગલ હતા જોકે યુવક સગીર પ્રેમિકાને વતન ઓડીસાથી ભગાડીને સુરત લઈ આવ્યો હતો અને હાલમાં બન્ને એકજ રૂમમાં સાથે રહેતા હતા.
લીંબાયત પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત ખાતે આવેલ મદનપુરા સ્થિત રૂમ નંબર 131 માં ગઈ કાલે સાંજે આઠેક વાગ્યાના સુમારે સુજાતા કોકન શાહુ (ઉ.વ.14) અને સિબારામ ધોબા શાહુ (ઉ.વ.23)ના મૃતદેહ પંખા વડે બાંધેલ રૂમાલ અને ઓઢણી સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા.ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને દરવાજો તોડી બન્નેના મૃતદેહ નીચે ઉતારી પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વધુમાં બનાવની તપાસ કરતા પીએસઆઇ એમ.એમ.ગામીતે જણાવ્યું હતું કે બન્ને ઓડિશાના મૂળ વતની હતા અને બન્ને વચ્ચે પ્રેમ સંબધો હતા.સિબારામ દોઢેક મહિના પહેલા વતન ગયો હતો અને ત્યાંથી પ્રેમિકાને ભગાડીને 12 મીએ સુરત ખાતે લઇ આવ્યો હતો અને હાલમાં બન્ને સાથે જ રહેતા હતા.
યુવકના માતા પિતા પણ મદનપુરા વિસ્તારમાં જ રહે છે.ગઈ કાલે બપોરે યુવક માતા પુતાને મળવા પણ ગયો હતો.જ્યારે સાંજે તેના પિતા તેના રૂમ ઉપર આવ્યા હતા પરંતુ દરવાજો અંદરથી બંધ હતો.જેથી તેમણે બારીમાંથી જોતા બન્ને લટકતી હાલતમાં જોવા મળ્યાં હતાં.હાલમાં આપઘાતનું કારણ સ્પષ્ટ નહિ થયું છે.આગળની તપાસ ચાલી રહી છે.
Leave a Reply
View Comments