Surties : સ્મીમેર હોસ્પિટલના દર્દીઓના પરિવારજનોના ચેકિંગમાં 40 કિલો ગુટખા જપ્ત

Surties

સુરત(Surat) શહેરને સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકા સખત મહેનત કરી રહી છે અને જાહેરમાં ગંદકી કરનારાઓને ચેતવણી અને સજા કરવામાં આવે છે.સ્મીમેર હોસ્પિટલ ખાતે ખાસ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે કુલ 3 લાખ જેટલા નાગરિકોની તપાસ કરવામાં આવી હતી, જેનું કુલ અંદાજિત કુલ 40 કિલો વજન હતું. બીડી, સિગારેટ, પાન મસાલા અને ગુટખાનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકાની સરકારી સ્મીમેર હોસ્પિટલમાં ગુટખાનું ચેકીંગ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરકારી હોસ્પિટલમાં શુક્રવારે મહાનગર પાલિકાની ટીમ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી. સ્વચ્છતાના ભાગરૂપે પાન માવા, બીડી સિગારેટ, ગુટકા જેવી વસ્તુઓ હોસ્પિટલની અંદર ન લઈ જવાય તે માટે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આજે સ્મીમેર હોસ્પિટલની અંદર કોઈ પણ દર્દીના સગાઓને આવા કોઈ નશાની સાથે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

40 કિલો ગુટખાનો નાશ કર્યો

સુરતની સ્મીમેર હોસ્પિટલના વિવિધ વિભાગોમાં પાન પિચકારી, પાન મસાલાના પડીકા વગેરેનો કચરો જોવા મળ્યો હતો. જ્યાં નિયમિત સફાઈ થતી નથી ત્યાં સફાઈ કરવામાં આવી રહી છે. જેમાં સ્મીમેર હોસ્પિટલમાં વિશેષ સ્વચ્છતા અભિયાન અંતર્ગત હોસ્પિટલના મુખ્ય ગેટ પર તમામ નાગરિકોને માર્શલ અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને નિયમિત ચેકિંગ દરમિયાન કુલ 40 કિ.ગ્રા. બીડી, સિગારેટ, પાન મસાલા અને ગુટખા તમામ જથ્થામાં જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે.

હોસ્પિટલમાં દરરોજ 15 હજાર વ્યક્તિ ની અવરજવર 

સ્મીમેર હોસ્પિટલમાં દૈનિક 10 થી 15 હજાર લોકોની અવરજવરને ધ્યાનમાં રાખીને દર્દીઓ અને તેમના સગાઓને પણ નિયમિત અને દૈનિક સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખાસ સ્વચ્છતા અને સ્વચ્છતા જાળવવા અનુરોધ કરાયો છે.