સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા આધેડે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં કેનેડાના વિઝાની જાહેરાત જોઈ હતી. આધેડે લાલચમાં આવી સોશિયલ મીડિયા મારફતે જાહેરાતમાંથી નંબર મેળવી યુવકને ફોન કર્યો હતો. આધેડે ભેજાબાજના કહેવા મુજબ વિઝા માટેના પાસપોર્ટ સહિતના ઓરીજનકલ ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા અને બાદમાં ગુગલ પે મારફતે ટુકડે ટુકડે કરી પૈસા ટ્રાન્સફર કરી આપ્યા હતા. પૈસા મળી ગયા બાદ ઠગબાજે ઓરીજનલ વિઝાની જગ્યાએ બોગસ વિઝા બનાવી આધેડને મોકલ્યા હતા. જોકે બાદમાં આધેડે વીઝાનો ફોટો કેનેડામાં રહેતા સબંધીને મોકલતા આ વિઝા ખોટા હોવાનું સામે આવતા આધેડે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મૂળ અમરેલીના ખાંભાના રબારીકાના વતની અને હાલમાં શહેરમાં શીવધારા હાઈટ્સ વાસ્તુપુજન સોસાયટીની બાજુમાં રહેતા ચંદ્રેશ નાનજીભાઈ સાવલીયા (ઉ.વ.46) મહાવીર ચોકમાં અમેઝીગ સ્ટારમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ચંદ્રેશને ઈસ્ટાગ્રામ એપ્લિકેશનમાં એક જાહેરાત જોઈ હતી.
જેમાં જેલોફમર ઈમ્રીગેશન નામ લખ્યું હતું અને તેના મેનેજીંગ ડાયરેકટર તરેક હર્ષ ચોહાણ અને કોન્ટેક નંબર ઓણ લખવામાં આવ્યો હતો. જેથી ચંદ્રેશ દ્વારા આ કોન્ટેક નંબર ઉપર વોટ્સઅપ કોલ કરી કેનેડાના વિઝા માટે વાત કરી હતી. સામેવાળા ભેજાબાજે વિઝા બનાવી આપવા માટે રૂપિયા 1.50 લાખ નક્કી કર્યા હતા.
અને તેમના કહેવા મુજબ ચંદ્રેશે ડોક્યુમેન્ટમાં ઓરીજનલ પાસપોર્ટ, રીઝ્યુમ, પાનકાર્ડ, આધારકાર્ડ, ક્વોલીફીકેશન સર્ટીફિકેટ, પાસપોર્ટ સાઈઝના ફોટો સહિનતા ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. તેમજ ગુગલ પે મારફતે જમાલ અહેમદના એકાઉન્ટમાં ટુકડે ટુકડે રૂપિયા 1.50 લાખ ટ્રાન્સફર કર્યા હતા. પૈસા મળી ગયા બાદ સામેવાળા ભેજાબાજે 20 દિવસમાં વિઝા બનાવી આપવાનું કહ્યું હતું. ત્યા
રબાદ સામેવાળાએ વિઝા બનાવીને તે તેના ફોટા કેનેડામાં રહેતા તેની માસીની દીકરી વેરીફાઈ કરવા માટે મોકલી આપતા તેના નામના કોઈ વિઝા અપ્રુવ થયા ન હોવાનું સામે આવ્યું હતું. ચંદ્રેશે સામેવાળા પાસે પૈસા કે ઓરીજનલ પાસપોર્ટ માંગતા પરત ન આપી છેતરપિંડી કરી હતી. સરથાણા પોલીસે ચંદ્રેશની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Leave a Reply
View Comments