લાખો-કરોડો લોકોએ જોયો છે આ વિડીયો – ભણતરમાં મેળવ્યું પ્રથમ સ્થાન જુઓ માતા-પિતા એ શું ગિફ્ટમાં આપ્યું…

Surties - Surat News

સોસીયલ મીડિયા ના આ જમાનામાં અવાર નવાર અનેક વિડીયો વાયરલ થતા રહેતા હોઈ છે. કેટલાકે વિડીયો આપણને હસાવી જતા હોઈ છે તો કેટલાક વિડીયો આપણને રડાવી જતા હોઈ છે. હાલ સોસીયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થયો છે જેને જોઈને ખરેખર તમારી આખો ભીની થઈ જશે.

 

View this post on Instagram

 

A post shared by Rj mahek (@rjmahek)

આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે એક પિતા તેમની ટોપર દીકરીને 18માં જન્મ દિવસે આઇફોન ગિફ્ટ માં આપે છે. મળતી માહિતી મુજબ આ દીકરી એ ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં તેની શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, NEET પરીક્ષામાં 680720 માર્ક્સ મેળવ્યા અને 18 લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી ભારતમાં 897મો રેન્ક મેળવ્યો.

આ વિડીયો છોકરીની માતા આરજે મહેકે 20 ઓક્ટોબરે શેર કર્યો છે. આપણને આ વિડીયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે નવો ફોન મળવાથી દીકરી ખુબજ ખુશ છે.  માતા એ કેપ્શન માં લખ્યું છે કે “અમે અમારી દીકરીને તેના 18મા જન્મદિવસે સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. તેણે ક્યારેય અમારી પાસેથી કશું માંગ્યું નથી. જ્યારે પણ અમે તેને પૂછીએ કે તને શું જોઈએ છે અને તે કહે છે “મારી પાસે બધું છે”