હર ઘર તિરંગા અભિયાન હેઠળ હાલ સુરતમાં 10 કરોડ રાષ્ટ્રધ્વજ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સુરતમાં બની રહેલા આ ત્રિરંગાને દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવશે. હાલ, પોસ્ટ વિભાગે સુરતથી 1 કરોડથી વધુ ત્રિરંગા ટ્રેનો દ્વારા વિવિધ રાજ્યોમાં મોકલવા માટે માત્ર 9 (VPN) કોચની માંગણી કરી છે. તેની સામે રેલ્વેએ અત્યાર સુધીમાં ચાર કોચ ફાળવી આપ્યા છે. આ દરમિયાન એક કોચમાં 8 લાખ તિરંગા અને આ રીતે કુલ 32 લાખ રાષ્ટ્રધ્વજ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવ્યા છે.
હાલ જે રાજ્યોમાં અને શહેરોમાં તિરંગો મોકલવામાં આવ્યો છે તેમાં મદ્રાસ, નિઝામુદ્દીન, યશવંતપુર અને જયપુરનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના કોચ આગામી ટૂંક સમયમાં મોકલવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દેશના દરેક ઘર, એપાર્ટમેન્ટ તેમજ સરકારી-ખાનગી ઈમારતો પર તિરંગો ફરકાવવાનું આહવાન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું છે. ભારતીયોમાં રાષ્ટ્રપેમ જગાવવા માટે જોરશોરથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
તો બીજી તરફ પોસ્ટ ઓફિસથી તિરંગો મોકલવામાં આવી રહ્યો છે જેથી લોકો આસાનીથી પોતાના ઘરે તિરંગો ફરકાવી શકે. જ્યારે ગામડાઓમાં ગ્રામજનોને તલાટી, સરપંચ પાસેથી તિરંગો લઈ જવાની સુવિધા અપાઈ છે. આ સાથે સુરતમાં પણ પૂરતા પ્રમાણમાં ત્રિરંગો બનાવવાની કામગીરી દિવસ-રાત 24 કલાક ચાલી રહી છે. સુરતમાં 10 કરોડ તિરંગા તૈયાર થયા બાદ દેશના વિવિધ રાજ્યોમાં પણ મોકલવામાં આવી રહ્યો છે.
આ તિરંગો ટ્રેન, એર કાર્ગો અને રોડ ટ્રાન્સપોર્ટ જેવા માધ્યમો દ્વારા મોકલવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 40 લાખથી વધુ રાષ્ટ્રધ્વજ અન્ય રાજ્યોમાં માત્ર ટ્રેનો દ્વારા મોકલવામાં આવ્યા છે.
સુરતથી ટ્રેનમાં ત્રિરંગાથી ભરેલો ફુલ કોચ મોકલવા ઉપરાંત નાના પાર્સલો પણ મોકલવામાં આવી રહ્યો છે. અંદાજે દરરોજ ત્રિરંગાના પાર્સલ મોકલવામાં આવી રહ્યા છે. સુરતથી હજારો કિલોમીટર દૂર વિવિધ રાજ્યોના નાના ગામડાઓમાં પણ તિરંગો સમયસર પહોંચાડવા માટે તેને એર કાર્ગો અને રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા ટ્રેનો સાથે મોકલવામાં આવે છે. ગુજરાતના નજીકના રાજ્યોમાં રોડ માર્ગે ટ્રકોમા મોકલવામાં આવી રહ્યા છે. જ્યારે સુરતથી દૂરના રાજ્યોમાં મોકલવા માટે એર કાર્ગોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Leave a Reply
View Comments