સુરતથી અયોધ્યા જવા યાત્રી નીકળ્યા, જુઓ કેટલા દિવસે પહોંચશે – વિડીયો જોઈ ગદગદ થઇ જશો

Surties - Surat News

હાલ દિવાળી ખુબજ નજીક આવી રહી છે તેમ તેમ લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દિવ્ય દર્શન અને પ્રભુ શ્રી રામ ની પવન જન્મભૂમી ની ચરણ રજ પોતાના માથે લગાવવા માટે અનેક શ્રધાળુઓ અયોધ્યા જતા હોઈ છે. અયોધ્યા સહીત સમગ્ર દેશ દુનિયામાં રામભકતોમાં આનેરો ઉત્સાહનો સંચાર થયો છે.

Surties - Surat News
સુરતથી 14 યાત્રીઓ અને 4 સેવાભાવી સહીત તમામ શ્રધાળુઓ પગપાળા શ્રી રામ જન્મસ્થળ એટલેકે અયોધ્યા જવા પ્રસ્થાન કર્યું છે. તેઓ અયોધ્યા સુધી ચાલી ને જશે  અને રામ જન્મભૂમી અયોધ્યા પહોચશે.

મળતી માહિતી મુજબ આઝાદીના અમૃત મહોત્સવ અને માનેલી માનતા પૂર્ણ થતાં આ એક અનેરો સંકલ્પ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

Surties - Surat News

આ શ્રધાળુઓ અંદાજે 40 થી 45 દિવસ બાદ પગપાળા શ્રી રામ જન્મભૂમી એટલેકે અયોધ્યાની પવન ભૂમિ પર પહોંચશે.