અરે…બાપરે…સુરતીઓને જાગ્યો નવો શોખ, હવે જમવાનું નહિ પણ….

surties

સુરતના સુરતી લાલાઓ એ વિશ્વભરમાં પોતાની ઓળખાણ બનાવી છે. સુરતી બોલી, સુરતી લોચો તેમજ સુરતી જમણ દુનિયાભરમાં વખાણાય છે. મન મોજીલા સુરતી લાલાઓ ખાણીપીણીમાં પહેલા નંબર પર આવે છે. પરંતુ હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે અને આ વેકેશન ના માહોલ સાથે સાથે સુરતીઓ ના શોખ બદલાઈ રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે.

જાણો સુરતીઓનો નવો શોખ

સુરતીઓમાં ખાણીપીણી ની સાથે સાથે વિદ્યાર્થીઓ સહીત યુવાનોમાં હોર્સ રાઇડિંગનો ક્રેઝ વધી રહ્યો છે. તમે જાણીને ચોકી જશો કે આ હોર્સ રાઇડિંગમાં માત્ર છોકરાઓ નહિ પરંતુ છોકરીઓ પણ મોટી સંખ્યામાં રસ ધરાવી રહી છે. સાથે સાથે સમર વેકેશનને કારણે પણ વધુમાં વધુ લોકો જોડાઈ છે.

માહિતી એવી પણ સામે આવી રહી છે કે સુરતમાં ડુમ્મસ નજીક આ હોર્સ રાઇડિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે. ચાલો તમે જ જણાવો શું તમને હોર્સ રાઇડિંગ કરવું ગમે છે?

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો