લગ્ન નો વિડીયો વાયરલ – ફિલીપાઇન્સની દુલ્હન અને સુરતનો વરરાજો જુઓ લગ્ન વચ્ચે આ શું થયું

Surties

જો તમારા ભાગ્‍યમાં લખેલો જીવનસાથી સાત સમંદર દૂર હશે તોપણ તમારી સાથે તેનો મિલાપ થઈ જ જશે. હાલ તેવો જ એક કિસ્સો સુરત માંથી સામે આવ્યો હતો. જેમાં સુરતના 10 પાસ દિવ્યાંગ યુવકના પ્રેમમાં પડેલી ફિલિપિન્સની વિદેશી ગોરી પોતાનો દેશ છોડીને ભારત આવી પહોંચી હતી અને લગન માટે બંને એ તૈયારી શરુ કરી દીધી હતી.

હવે આ સોશિયલ મીડિયાના ફેસબુક પર થયેલી મિત્રતા, પ્રેમમાં પરિણમી અને ત્યારબાદ લગ્નના મંડપ સુધી પહોંચી ગઈ છે. સુરતના 10 પાસ દિવ્યાંગ યુવકના પ્રેમમાં પડેલી ફિલિપિન્સની વિદેશી ગોરી પોતાનો દેશ છોડીને ભારત આવી અને બન્નેએ પ્રભુતામાં પગલા પાડ્યાં છે. અનોખા લગ્નના સાક્ષી બનવા સુરત અને સૌરાષ્ટ્રથી આવેલા સગા સંબંધી અને લોકોએ આ નવયુગલને આશિર્વાદ આપ્યા તો, દેશી યુવક વિદેશી યુવતીએ પોતાના લગ્નને યાદગાર બનાવવાની સાથે લોકશાહીને મજબૂત બનાવવા માટે વિધાનસભાની ચૂંટણીમાં પહેલા મતદાન પછી જલપાન કરીશું તેવો સંકલ્પ શપથ રૂપે લેવડાવ્યો હતો.

20મી નવેમ્બર ના રોજ આ યુગલે પ્રભુતામાં પગલાં પડ્યા અને પોતાનું નવું જીવન શરુ કર્યું. હાલ આ લગન નો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો છે અને લોકો આ વિડીયો ને મોટી માત્રા માં શેર કરી રહ્યા છે. આ નવ યુગલ ને આશીર્વાદ આપવામાં માટે પરિવારના સાગા સબંધીઓ પણ આવ્યા હતા.